હિના પેથાણી હત્યા કેસ મામલો, આરોપી સચીન 14 તારીખ સુધી રિમાન્ડ પર

પોલીસે કહ્યું – સચિન પુછપરછમાં સહકાર આપતો નથી..

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા  છે. આ  પૂર્વે હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ટેસ્ટનો રિપોર્ટ સાત દિવસમાં આવશે તેમજ પોલીસે કહ્યું કે સચિન પુછપરછમાં સહકાર આપતો નથી. હત્યા બાદ બાળકને ક્યાં લઈ ગયો તે રૂટની ઓળખ બાકી છે. તેમજ આરોપી પાસેથી બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે. બાળક તરછોડયા બાદ કોઈએ આશરો આપ્યો કે કેમ તેની તપાસ પણ જરૂરી છે.

સચિન દિક્ષિતે પહેલા આઠમી ઓક્ટોબરે લિવઇન પાર્ટનર હીના ઉર્ફે મહેંદી પેથાણીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ તેમના નાનકડા દીકરા શિવાંશને લઇને ગાંધીનગર પહોંચ્યો હતો અને બાળકને તરછોડ્યો હતો.

મોઢેથી માં શબ્દ બોલે તે પહેલા શિવાંશની માતા મહેંદીની તેનાજ પતિ સચીને ઘાતકી હત્યા કરી હોવાનો ઘટકસ્ફોટ થતા સમગ્ર ગુજરાતમાં સન્નાટો વ્યાપી ગયો છે. શુક્રવારની રાતે ગાંધીનગર ખાતે આવેલા પેથાપુરમાં શિવાંશને તરછોડીને તેના પિતા સચિન નાસી ગયો હતો ત્યારબાદ પોલીસે ગણતરીના કલકોમાં દેશભરમાં ચકચાર મચાવનાર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. શિવાંશને તરછોડતા પહેલા સચિનને મહેંદીના મોતનો અફસોસ હતો સાથો સાથે શિવાંશને મનમુકીને પ્રેમ કરીને રડ્યો હતો.

સચિને જ્યારે મહેંદીની હત્યા કરી ત્યારે તેને અંદાજો આવી ગયો હતો અને કે હવે તેનું આખું જીવન જેલના સળીયા પાછળ જશે પરંતુ શિવાંશને કોઇ સાચવશે તેનું પણ એક ટેન્શન તેને સતાવી રહ્યુ હતું. શિવાંશને જ્યારે તરછોડવા માટે સચિન નિકળ્યો ત્યારે છેલ્લી વખત તે મનમુકીને પ્રેમ કરી લીધો હતો અને રડ્યો પણ હતો જ્યારે તેની માફી પણ માંગી હતી.

અમદાવાદની બાથરૂમ ટાઇલ્સની કંપનીમાં સચીન નોકરી કરતો હતો અને મહેંદી આ જ કંપનીના ડીલરને ત્યાં નોકરી કરતી હતી, જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ પ્રેમ થયો હતો અને ત્યારબાદ બન્ને જણા લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. 10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો. બે માસ પહેલાં વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસ નામની બિલ્ડિંગમાં ભાડેથી રહેવા બાળકને લઇને બંને આવ્યાં હતાં. ત્યારબાદ છેલ્લા સપ્તાહમાં સચીનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચીનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે તેમ કહી તેણે વિરોધ કર્યો હતો.

મહેંદીએ સચીનને કહ્યું હતું કે મને સાથે રાખો અથવા બાળકની જવાબદારી મારી એકલાની નથી તે મુદ્દે ઝઘડો થયો હતો. ગત 8 તારીખે પણ બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી. જેમાં સચીને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યારબાદ બાળક શિવાંશને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો અને સવારે તે પરિવાર સાથે યુપી જવા રવાના થયો હતો.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી