September 20, 2021
September 20, 2021

Hindi Diwas 2021: જાણો, કેવી રીતે રાષ્ટ્રભાષા બની હિન્દી..?

કયાં રાજ્યએ આપી હતી સૌથી પહેલા માન્યતા?

સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરે 1953થી હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ચોથી ભાષા છે. હિન્દી વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને અત્યંત સરળની સાથે ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયામાં 60 કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે. ભાષા એ દરેક લોકોની વચ્ચે વ્યવહાર કરવા માટે પૂલનું કામ કરે છે. ભાષા થકી સૌ અતંરમનનાં વિચારો, વ્યવહારો થકી પ્રગટ કરે છે. ભાષા એ કોઈ એક દિશામાંથી બીજી દિશાને જોડતો બિજ છે. ભાષા ક્યારેય તારી કે મારી નથી હોતી. ભાષા હંમેશા આપણી અને અમારી હોય છે. ભાષા થકી અભિવ્યક્તિ શક્ય બને છે.

હિન્દી ભારતની જ નહીં પણ આખા વિશ્વમાં એક વિશાળ ક્ષેત્ર અને જનસમૂહની ભાષા છે. 1952માં ઉપયોગ કરાતી ભાષાના આધારે હિન્દી વિશ્વમાં 5માં ક્રમે હતી. 1980ની આસપાસ હિન્દી ભાષા ચીની અને અંગ્રેજી પછી ત્રીજા સ્થાન પર આવી ગઈ હતી. હિન્દી વિશ્વમાં ચોથી એવી ભાષા છે જેને સૌથી વધુ લોકો બોલે છે. જેથી દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન અંગ્રેજી ઉપરાંત હવે ભારતની હિન્દી ઉપરાંત અન્ય ક્ષેત્રીય ભાષાને મહત્વ આપી રહ્યું છે.

દેશમાં હિન્દી ભાષાને 14 સપ્ટેમ્બર 1949માં સતાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. પરંતુ બિહારમાં તો હિન્દીને રાજભાષા તરીકે ઈ.સ. 1981માં જ માન્યતા મળી ચૂકી હતી. જેથી ત્યારથી હિન્દી સાથે બિહાર અને બિહારની સાથે હિન્દી જોડાયેલી છે. જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલું હતું ત્યારે હિન્દીને રાજભાષાનો દરજ્જો આપનાર બિહાર પહેલું રાજ્ય હતું.

ભારતમાં હિન્દી ભાષાનો ઈતિહાસ ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારના ઈન્ડો-આર્યન શાખાથી છે. જેને દેવનાગરી લિપીમાં ભારતની અધિકૃત ભાષાઓમાંથી એક સ્વરૂપે લખાયો છે. જ્યારે દેશ આઝાદ થયો હતો ત્યાર બાદ સૌથી મોટો પ્રશ્ન ભાષાને લઈને હતો. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. આવામાં કોઈ એક ભાષાને ભારતની રાજભાષા તરીકે પસંદ કરવી એ આપણા બંધારણના ઘડવૈયાઓ માટે મોટો પ્રશ્ન હતો.

 46 ,  1