પ્રાંતિજના મોયદ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવનું આયોજન યોજાયું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મંદિરના સ્વામી શ્રી ગોપાલદાસજીના હસ્તે હિંડોળા પ્રદર્શન હરિભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે.

મોયદ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પણ મંદિરના મહંત સ્વામી શ્રી ગોપલદાસજી તથા સમસ્ત સત્સંગ સમાજ સ્વામિનારાયણ મંદિર દ્વારા હિંડોળા દર્શન હરિભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં હરિભક્તો બાળકો સહિત ધર્મ પ્રેમી લોકો હિંડોળાના દર્શનના લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

તો મંદિર ચોકમાં મોટા ઓ બાળકો ગરબે ઘુમતા નજરે પડયા હતાં તો મંદિર સંકુલમાં યંત્ર યુગમાં યંત્રની મદદથી ભગવાન સ્વામિનારાયણનો અભિષેક માટેનું બનાવેલ યંત્ર આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. હરિભક્તો કે નાનાથી મોટા સોવકોઇ માત્ર એક રૂપિયાનો સિક્કો નાખીને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અભિષેક કરવા માટે લાંબી લાંબી કતારો લાગે છે.

તો મંદિરમાં દરરોજ વિવિધ પ્રકારના હિંડોળાનું આયોજન કરવામાં આવે છે. મોયદ તથા આજુબાજુના ગામોના હરિભક્તો સહિત ધર્મ પ્રેમી લોકો હિંડોળાના દર્શન કરવા ઉમટી પડે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે .

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી