September 18, 2021
September 18, 2021

Video : હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન, દરેક ભારતીય હિન્દુ – મોહન ભાગવત

અંગ્રેજોએ ખોટી રીતે આપણને લડાવ્ય, RSS પ્રમુખનો દાવો

RSS પ્રમુખ મોહન ભાગવતે સોમવારે મુંબઈમાં ‘રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોપરી’ વિષય પર એક સેમિનારમાં બોલતા કહ્યું હતું કે અંગ્રેજોએ ખોટી ધારણાઓ ઉભી કરીને હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા હતા. બ્રિટિશરોએ મુસ્લિમોને કહ્યું કે જો તેઓ હિંદુઓ સાથે રહેવાનું નક્કી કરે તો તેમને કંઈ મળશે નહીં, માત્ર હિન્દુઓને પસંદ કરવામાં આવશે અને તેમને અલગ (રાષ્ટ્ર) ની માંગણી કરવા માટે પ્રેરીત કર્યા.

આરએસએસ પ્રમુખે મુસ્લિમોને કહ્યું કે ભારતમાંથી ઇસ્લામનો નાશ કરવામાં આવશે. શું આવું થયું? ના, મુસ્લિમો તમામ હોદ્દાઓ સંભાળી શકે છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં આયોજીત મુસ્લિમ બૌદ્ધિકોના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતમાં રહેતા હિન્દુ-મુસ્લિમના પૂર્વજો સમાન છે.

મોહન ભાગવતે કહ્યું કે અંગ્રેજોએ એક ગેરસમજ ઉભી કરી. તેમણે હિંદુઓને કહ્યું કે મુસ્લિમો ઉગ્રવાદી છે. તેણે બંને સમુદાયો સામે લડાવ્યા. તે લડાઈ અને અવિશ્વાસના પરિણામે, બંને એકબીજાથી અંતર રાખવાની વાત કરી રહ્યા છે. આપણે આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સાથે જ તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા અને દરેક ભારતીય હિન્દુ છે.

 45 ,  1