હત્યા નહીં નાટક..! જીવતો નિકળ્યો કારમાં સળગેલો વેપારી, ખતરનાક હતું ષડયંત્ર

11 લાખની લૂંટ અને પોતાનાં જ મોતનું નાટક રચનાર વેપારીની અટકાયત…

વીમાની રકમ મેળવવા વેપારીએ પોતાની હત્યાનું નાટક કર્યું

હરિયાણાના હિસ્સારમાં ડિસ્પોઝેબલ કપ અને પ્લેટનું કારખાનું ધરાવતા એક વેપારીના રૂપિયા 11 લાખ લૂંટી લીધા બાદ વેપારીને કારમાં જીવતો સળગાવી દેવાની ઘટના બની હતી, જે એક રચેલું નાટક હતું. બે કરોડ રૂપિયા વીમાની રકમ લેવા માટે અને દેવાદારોથી છુટકારો મેળવવા માટે પોતાના મોતનું ખોટું નાટક રચ્યું હતું આ મામલે પોલીસે મોતને ઢોંગ કરનાર આરોપી રામમેહરની અટકાયત કરી લીધી છે.

હાંસીના ભાટલા-દાતા રોડ પર આવેલા દાતા ગામના રહેવાસીની પ્લાસ્ટિકના કપ બનાવવાની ફેક્ટરી છે. તે રાત્રિના સમયે કાર લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક લૂંટારુઓએ તેમની પાસે થી 11 લાખની લૂંટ કરી ઉદ્યોગપતિને કારની અંદર જીવતો સળગાવી દીધો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારમાંથી ઉદ્યોગપતિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, રામમેહરે છેલ્લી વખત ફોન કરીને કહ્યું હતું કે જલદી આવો, મારો જીવ જોખમમાં છે. બે બાઈક પર સવાર લોકો મને મારી નાખશે. ત્યાર પછી પરિવારજનોએ પોલીસને સૂચના આપી. ઘટનાસ્થળે પોલીસ અને પરિવારજનો પહોંચ્યા તો કારમાં કંકાલ બની ચૂકેલી લાશ મળી.

જ્યારે હિસાર પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી ત્યારે તેઓએ આ મામલામાં ગડબડી લાગી, તપાસ દરમિયાન પોલીસ ત્યારે ચોંકી ગઇ જ્યારે મૃતક વેપારીને છત્તીસગઢ઼માંથી જીવતો પકડાયો.. મોતનું નાટક રચનાર રામમહેર વીડિયો કોલિંગથી પોતાની ગર્લફ્રેન્ડને આ આખી વાત કહી. અને આજ કારણ બન્યું કે મોત પછી પોલીસને આ કોલથી શંકા ગઇ અને પોલીસે માત્ર 48 કલાકમાં જ દુનિયાની નજરોમાં મરેલા રામમહેરને જીવતો સાબિત કરી લીધો.

રામમહેર પોતાનો ફોનનો બાળી નાંખ્યો હતો. પણ તે ઇન્ટરનેટ કોલિંગથી તેની ગર્લફ્રેન્ડના સંપર્કમા આવ્યો. તેને વિશ્વાસ હતો કે ઇન્ટરનેટ કોલિંગ પોલીસ તેને ટ્રેસ નહીં કરી શકે. પણ સાઇબર ટીમે કોલ ટ્રેસિંગ દ્વારા ઇન્ટરનેટ કોલિંગ દ્વારા તેની પકડી પાડ્યો. અને હાંસીમાં રહેતી તેની મહિલા મિત્રની અટકાયત કરી રામમહેરને એક લોન્જમાંથી પકડી પાડ્યો.

હિસાર રેન્જના આઈજી સંજય કુમારે જણાવ્યું હતું કે વીમાની રકમ લેવા માટે દેવાદાર પાસેથી છુટકારો મેળવવા માટે રામમેહરે આ નાટક કર્યું હતું. પોલીસ તપાસ કરી રહી છે કે કારમાં જેની લાશ મળી એ વ્યક્તિ કોણ હતી? આશંકા છે કે લૂંટ અને હત્યાનું નાટક કરવા માટે વેપારીએ રોહતકથી લગભગ દોઢ લાખમાં કોરોના દર્દીની લાશ ખરીદી હતી. તેને ડ્રાઈવરની બાજુવાળી સીટ પર રાખીને કારમાં કેમિકલ છાંટીને આગ લગાવી દેવાઈ હતી.

હાલ આ મામલે પોલીસે આરોપી વેપારીને હિરાસતમાં લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

 123 ,  1