પાટણમાં હિટ એન્ડ રન : બેકાબુ જીપ ઝૂંપડપટ્ટીમાં ઘૂસી, યુવતી – વૃદ્ધને ટક્કર મારતા મોત

કપડાં ધોતી યુવતી અને ખાટલમાં સૂતા વૃદ્ધને મારી ટક્કર

પાટણ શહેરમાં અન્નપૂર્ણા સોસાયટી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક યુવતી અને વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવી રહેલી જીપ ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઇ હતી. જેમાં કપડાં ધોતી યુવતી અને ખાટલમાં સૂતા વૃદ્ધને ટક્કર મારી દીધી હતી. અકસ્માતને અંજામ આપી ગાડી ચાલાક ભાગી ગયો હતો. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ઘટના અંગે રોષ વ્યકત કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ગાડી ચાલકને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ ગાડીના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં.

ગાડીચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

મૃતકના નામ..

સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20)
દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ 60)


 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી