હિતેશ મકવાણા બન્યા ગાંધીનગરના નવા મેયર

પાટનગરનો તાજ હિતેશ મકવાણાના માથે

ગુજરાતમાં પાટનગર ગાંધાીનગરના નવા મેયરના નામને લઇને છેલ્લાં કેટલાંય દિવસથી વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આખરે આજે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની આખરે વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે કોર્પોરેશનની મેયર પદ તરીકે પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરત દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશ મકવાણા રેસમાં હતા તો બીજી તરફ બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાય તેવી શક્યતાઓ જોવા મળી રહ્યા હતી પરતું હવે નવા મેયરનું નામ જાહેર થઈ ગયું છે ત્યારે હવે નવા મેયર તરીકે હિતેશ મકવાણા પદ ભાર સંભાળશે.

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ હતું. આ ઉપરાંત ભરત દીક્ષિતનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે હિતેશ મકવાણાના નામ પર મહોર લાગી છે. ગાંધીનગરના મેયરનું પદ પ્રથમ અઢી વર્ષ માટે SC માટે આરક્ષિત છે.

જણાવી દઈએ કે વોર્ડ 8 માંથી વિજયી બનેલા હિતેશ મકવાણાનું પોલીટીકલ બેકગ્રાઉન્ડ મજબુત છે. તેઓ પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર છે. રાજકીય રીતે વધુ મજબુત હતા અને તેથી જ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે.ચૂંટણીમાં ભાજપને 46% મત મળ્યા જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત મળ્યા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપથી વધુ મત હાંસલ કરી શકત પણ એવું બન્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યુંહોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. ત્યારે આજે મળનારી સામાન્ય બેઠકમાં મેયરના બપોર સુધીમાં જાહેરાત થઈ જશે.

 95 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી