સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ પર કથિત બેન્ક ફ્રોડનો કેસ: આરોપી હિતેશ પટેલની ધરપકડ

સ્ટર્લિંગ બાયોટેક સાથે જોડાયેલા 8 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગના કેસના આરોપી હિતેશ પટેલની અલ્બાનિયામાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે તેમની વિરુદ્ધ ઈન્ટરપોલ નોટિસ અગાઉ ઈસ્યુ કરવામાં આવી હતી.

આ અંગે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપથી તેનું પ્રત્યાર્પણ થઈ શકે છે. આ મામલામાં ઈડીએ સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ પણ નોંધી હતી.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ પર કથિત બેન્ક ફ્રોડનો કેસ કર્યો છે. આ કેસ પ્રિવેન્શન્સ ઓપ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે.

આરોપી પર ઈન્કમ ટેક્સના અધિકારીઓને કથિત લાંચ આપવાનો આરોપ છે, અને તેની તપાસ હાલ ઇડી કરી રહ્યુ છે.

આ અંગે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી શંકાસ્પદ રીતે ક્રિમિનલ પ્રોસિક્યુશનને ટાળવા માટે દેશ છોડીને ભાગી ગયો છે. સાથે જ વધુમાં સૂત્રોના જણાવ્યા મુજબ આ કેસના અન્ય બે આરોપીઓ કે જે સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડના ડાયરેક્ટર છે

નીતીન જયંતિલાલ સાન્ડેસરા અને ચેતનકુમાર જયંતિલાલ સાન્ડેસરા તે બંનેએ અલ્બાનિયાની સિટિઝનશીપ મેળવી છે. તેમની વિરુદ્ધ આ વર્ષની શરૂઆતમાં જ બિનજામીન પાત્ર વોરન્ટ્સ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં હાલ આ વ્યક્તિઓ અંગેની કોઈ માહિતી નથી.

 121 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી