ખીણમાં સેનાને મોટી સફળતા, ભાજપ નેતાઓની હત્યાનો માસ્ટરમાઇન્ડ ઠાર

હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ મીરને ઉતાર્યો મોતને ઘાટ

શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. 3 BJP કાર્યકર્તાઓની હત્યાનો માસ્ટર માઈન્ડ, હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર સૈફુલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે. રિયાઝ નાઈકુની હત્યા બાદ સૈફુલ્લા હિઝબુલનો ચીફ કમાન્ડર બન્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં હિઝબુલના 2 ટોચના આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ઇનપુટ્સના આધાર પર અહીં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોએ જોઇન્ટ ઑપરેશન શરૂ કર્યું.

ગઈરાત્રે આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી અને ત્યારબાદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. ઓપરેશન દરમિયાન આતંકીઓને સરેન્ડર કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તો આતંકીઓએ ફાયરિંગ કરી હિંસક પ્રદર્શનની આડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ જવાબી કાર્યવાહી કરતા અહીં પર હિઝબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફ ગાઝી હૈદરને ઠાર કર્યો હતો. ત્યારે એક સાથે જીવતો પકડવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે જણાવ્યું હતું કે ડો.સૈફુલ્લા હિઝબુલ મુઝાહિદ્દીનનો નંબર વન કમાન્ડર હતો. એન્કાઉન્ટરમાં તેને મારવામાં આવ્યો છે. આ ખૂબ જ સફળ ઓપરેશન રહ્યું છે.

સૈફુલ્લાએ ઘાટીમાં રિઝ નાયકૂના મૃત્યુ બાદ હિઝબુલાનું સુકાન સંભાળ્યું હતું. આતંકી સૈફુલ્લા ઉર્ફે અબુ મુસૈદ પુલવામાના મલંગપોરાનો રહેવાસી હતો. તે બુરહાન વાનીની 12 આતંકવાદીઓની બનેલી ટીમ પૈકીનો એક હતો. સૈફુલ્લા A++ કેટેગરીનો આતંકવાદી હતો. વ્યવસાયથી ડોક્ટર હોવાને લીધે તે અથડામણમાં ઈજા પામતા આતંકવાદીઓની સારવાર કરતો હોવાથી ચર્ચામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં કાશ્મીરમાં સક્રિય 10 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાં તેનું નામ ઉપર હતું.

ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા પ્રમાણે થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓની હત્યા પાછળ સૈફુલ્લાહનો જ હાથ હતો. સેનાએ 72 કલાકની અંદર જ બીજેપી નેતાઓના હત્યારાનું કામ તમામ કરી દીધું છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર