‘દુષ્કર્મના આરોપીઓના ફોટો અને સજાની વિગતો દર્શાવતાં હોર્ડિંગ મુકાશે…’

‘કોઈ આવું કૃત્ય ન કરે એ માટે દાખલો બેસાડવા નવો ઉપાય..’

બાળકીઓ ઉપર થતા દુષ્કર્મના જધન્ય અપરાધો સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. બાળકીઓ ઉપરના અત્યાચાર સામે પોકસોના કેસમાં માત્ર એકજ માસમાં ત્રણ કેસ ઉકેલી ગુજરાતે દેશને રાહ ચીંધી વડાપ્રધાનનું સપનું સાકાર કર્યુ. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ પોતાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોકસો કેસ સંદર્ભે જીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવા સૂચના આપી છે. ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી દેશમાં સરાહનીય કામ કર્યુ છે. સુરતમાં પાંડેસરાની બાળકીના દુષ્કર્મ કેસ સામે દેશ ભરમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આરોપીને ફાસીની સજા અને રૂા. ર૦ લાખનો દંડ ફટકારાયો છે.

પોર્ન વીડિયો જોયા બાદ ગુડ્ડુ યાદવ નામના આરોપીએ બાળકી સાથે પાશવી કૃત્ય આચર્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારના ગુના બને નહીં એ માટે દાખલો બેસાડવાના આશયથી રાજ્ય સરકારે દુષ્કર્મના આરોપીઓની કરતૂત અને તેમને થયેલી સજાની વિગતો દર્શાવતા હોર્ડિંગ્સ રાજ્યમાં લગાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં આરોપીની તસવીર પણ હશે. 

રાજ્યમાં માસુમ બાળકીઓ પર થતા દુષ્કર્મના કેસને સરકારે ગંભીરતાથી લઇને આરોપીને કડક અને તાત્કાલિક સજા મળે તેવા પ્રયાસ સફળ રહ્યા બાદ પોલીસના મનોબળમાં વધારો થયો છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દુષ્કર્મની ઘટનાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે. માત્ર એક માસમાં આવા ગંભીર ગુનામાં બે આરોપીઓને ફાંસી સહિત ત્રણને કડક સજા કરવામાં સફળતા મળી છે, ત્યારે રાજ્યમાં આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર ખાસ એક્શન પ્લાન બનાવવા જઇ રહી છે. 

દુષ્કર્મના મોટાભાગના કેસમાં એવું સામે આવ્યું છે કે, આરોપીઓ પોર્ન ફિલ્મો જોઇને આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચરતા હોય છે જેથી શહેરોમાં મોબાઇલની દુકાનો દ્વારા પોર્ન વીડિયો કે ફિલ્મો ડાઉનલોડ કરી આપતા હોય ત્યાં પોલીસ ચાંપતી નજર રાખીને કાર્યવાહી કરશે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી