રીક્ષાની રાહ જોતી યુવતીનો હાથ પકડી છેડતી કરી યુવક પલાયન

વેજલપુર પોલીસે એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી

રસોઈ કામ કરી ઘરે પરત ફરી રહેલી યુવતી રીક્ષાની રાહ જોતી હતી ત્યારે એક એક્ટિવા ચાલક યુવતી પાસે આવ્યો અને તેનો હાથ પકડી એક્ટિવા પાછળ બેસી જવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જો કે યુવતીએ તેને હાથ છોડવાનું કીધુ અને આસપાસના લોકો ભેગા પણ થઈ ગયા જેથી એક્ટિવા ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે વેજલપુર પોલીસે એક્ટિવા ચાલકના વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ફતેવાડી ખાતે રહેતા 25 વર્ષીય યુવતી ગુરુવારે રાત્રીના સમયે એક ઘરેથી રસોઈ કામ કરીને પોતાના ઘરે જવા માટે વિશાલા સર્કલથી રીક્ષામાં બેસી અંબર ટાવર પાસે આવી હતી. અંબર ટાવર પાસે ઉભી રહીને બીજી રીક્ષાની રાહ જોતી હતી. દરમિયાન એક એક્ટિવા ચાલક યુવતી પાસે આવ્યો અને તેનો હાથ પકડી કહેવા લાગ્યો કે ચલ મારી એક્ટિવા પાછળ બેસી જા હું તને ઓળખુ છું. જો કે ગભરાયેલી મહિલાએ જોર જોરથી કહેવા લાગી કે હું તને નથી ઓળખથી મારો હાથ છોડ, જો કે આ ઘટના થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી એક્ટિવા ચાલક ત્યાંથી નાસી ગયો હતો.

બીજી બાજુ યુવતીને રીક્ષા મળી જતા યુવતીએ એક્ટિવા ચાલકનો પીછો કર્યો હતો. એક્ટિવા ચાલક તેના મિત્રને મળવા માટે ઉભો રહ્યો હતો ત્યારે મહિલા તેની પાસે ગઈ હતી અને કહેવા લાગી હતી કે તું છે કોણ તે મારો હાથ કેમ પકડ્યો તેમ કહી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જો કે પોલીસનું નામ પડતા જ એક્ટિવા ચાલક ત્યાંથી નાસી ગયો હતો. બીજી બાજુ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

પોલીસે એક્ટિવા ચાલકના મિત્રની પુછપરછ કરતા તેનું નામ શાહરૂખ ઉર્ફે કાળીયો શેખ હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે કાળીયો ઉર્ફે શાહરૂખ શેખના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર