આ દિવસે કરવામાં આવે છે હોલિકા દહન, જાણો સમય અને સામગ્રી

હિન્દુ ધર્મમાં હોલીકા દહન કરવાની પરંપરા ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહી છે. હોલિકા દહનની પૂજા દર વર્ષે હોળીના તહેવાર ના એક દિવસ પહેલા ફાગણ માસમાં દિવસે ખાસ્સા ધૂમધામથી મનાવવામાં આવે છે. આ વખતે પણ બુરાઇનો અંત કરવા વર્ષ 2019માં હોલિકા દહન કરવામાં આવશે.જેથી ખરાબ વસ્તુ પર સચ્ચાઇની જીત થશે.

શા માટે કરવામાં આવે છે હોલિકા દહન?

હોલિકા દહન હોલિકા ભક્ત પ્રહલાદને લઇને આગમાં બેઠી હતી ત્યારે હોલીકા પોતે સળગીને ભસ્મ થઇ હતી અને ભક્ત પ્રહલાદ બચી ગયો હતો. કારણકે પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. અને તેની પૂજા કરતો હતો. ત્યારથી જ માનવમાં આવે છે કે હોલિકા દહન કરવાથી ખરાબનો અંત થાય છે. અને અચ્છાઇની શરૂઆત થાય છે. તે માટે જ દર વર્ષે ખરાબનો અંત કરવા માટે હોલિકા દહન કરવામાં આવે છે.

હોલિકા દહન 2019માં ક્યારે છે?

જ્યોતિષાચાર્ય રાજેન્દ્ર તિવારીના જણાવ્યા અનુસાર હોલિકા દહન 2019માં 20 માર્ચ બુધવારે છે. હિન્દૂ ધર્મમાં હોળીના તહેવારના એક દિવસ પહેલા ઘણી ધૂમધામથી મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોળીના તહેવારથી એક દિવસ પહેલા ઘણી ધૂમધામથી મનાવવામાં આવે છે. આ જ દિવસે હોલિકાને દહન કરવાની પૂર્ણ તૈયારી કરી તેને પ્રગટાવીને (સળગાવીને) પૂજા કરવામાં આવે છે. અને તેના બીજા દિવસે હોળી ઉત્સવ મનાવવામાં આવે છે.

હોલિકા દહનનું શુભ મુહૂર્ત

શાસ્ત્રો અનુસાર જ્યોતિષાચાર્ય રાજેન્દ્ર તિવારીએ જણાવ્યુ કે, વર્ષ 2019ની હોળીના તહેવારના એક દિવસ પહેલા સાંજે 9 વાગ્યાથી 12.30સુધી હોલિકા દહનનું શુભ મૂહૂર્ત છે.

હોલિકા દહનની પૂજા વિધી

1) હોલિકા દહનનીપૂજાની સામગ્રીમાં ફૂલ, ચોખા, પતાશા, હળદર, ઘઉ પાણીના કળશનોસમાવેશ કરાવમાં આવે છે.
2) પૂજાની સામગ્રી સાથે હોલિકા દહનની જગ્યાએ જાઓ
3) પૂજા દરમિયાન પોતાનું, પિતા અને ગોત્રના નામની સાથે જ ખરાબ ચીજોના અંત માટે સંકલ્પ કરો.
4) ભગવાન વિષ્ણુંનું ધ્યાન ધરો અને પાણી અર્પણ કરો
5) હોલિકા દહન પૂજાના સમયે આ મંત્રનો જાપ કરો

અહકૂટા ભયત્રસ્તૈ: કૃતા ત્વં હોલિ બાલિશૈ:
અતસ્તાં પૂજયિષ્યામિભૂતિ-ભૂતિ પ્રદાયિનીમ

 165 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી