ગ્રેડ પે આંદોલન વચ્ચે રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસને લઈ ગૃહ વિભાગ એલર્ટ

પોલીસ પરિવારો ગાંધીનગર ન પહોંચે તે માટે દરેક જિલ્લાના પોલીસ વડાઓને આદેશ

પોલીસ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ ચાલી રહેલ આંદોલન સરકાર માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે પોલીસ પરિવારો ગાંધીનગરમાં એકત્ર ન થાય તે માટે ગૃહ વિભાગે દરેક જિલ્લાના પોલીસ વડાઓ અને શહેર પોલીસ કમિશનરોને પોતાના વિસ્તારમાં પોલીસ પરિવારોને રોકવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

પોલીસ ગ્રેડ પે વધારવા માટેની પોલીસ માંગણીઓને લઈ પોલીસ પરિવારો ગાંધીનગર આંદોલન છાવણી તરફથી દરેક જિલ્લાના પોલીસ પરિવારો અને કર્મચારીઓને ગાંધીનગર આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. પરંતુ રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન પોલીસ પરિવારો વિરોધ પ્રદર્શન કરી શકે તેવી શક્યતાના પગલે ગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ માંગણીઓને લઈ રાષ્ટ્રપતિ સામે કોઈ પણ વિરોધ પ્રદર્શન ન કરે તે માટે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લાઓમાંથી પોલીસ પરિવારોને અટકાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ પરિવારોના આંદોલનને દબાવી નાખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે. ગાંધીનગરમાં આંદોલન છાવણી ખાતે મોડી રાત્રે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો.

આજે ફરીથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં પોલીસની માંગણીઓને લેખિતમાં આપવામાં આવશે. પોલીસના વર્ષો જૂના પ્રશ્નો મુદ્દે સરકાર પોતાની ટેવ પ્રમાણે લેખિત માંગણીઓ, વિચારણા, ચર્ચા જેવી બાબતો આગળ ધરીને સમય વ્યતિત કરી રહી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી