ભાજપના ‘ચાણક્ય’નો 56મો જન્મદિવસ, વિપક્ષી પડકારો માટે સજ્જ

જવાબદારી પર હંમેશા ખરા ઉતરે છે શાહ, રાજકારણમાં મજબૂત પકડ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ, નીતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ આજે તેમનો 56 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

PM મોદીએ ટ્વીટ કર્યું છે, “અમિત શાહ જીને જન્મદિવસની શુભકામના.” તેઓ દેશના વિકાસ માટે જે પરિશ્રમ સાથે ફાળો આપી રહ્યા છે તેના બધા સાક્ષી છે. ભાજપને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે. ભગવાન તેમને ભારતની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન આપે. “

ચૂંટણીની રણનીતિના માસ્ટર અમિત શાહને ‘ચાણક્ય’ તરીકે પણ ઓળખાય છે. ભાજપના ઇતિહાસમાં, અમિત શાહએ પાર્ટીની કમાન સંભાળી ત્યારથી ત્યારથી સુવર્ણ સમય ચાલી રહ્યો છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઇમાં થયો હતો. શાહે તેમના રાજકિય જીવનની શરૂઆત 1983માં રાષ્ટ્રીય સ્વયમ સેવકની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના રૂપમાં કરી હતી. 1986માં તેઓ બીજેપીમાં જોડાયા હતા. પીએમ મોદી બીજેપીમાં જાડોયા તેના એક વર્ષ પહેલા તેઓ બીજેપીમાં જોડાયા હતા. તેઓ જુલાઇ 2014માં બીજેપીના અધ્યક્ષ બન્યા હતા. તેમને 2016માં બીજીવાર પાર્ટીના અધ્યક્ષ પદ પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

અમિત શાહએ પાર્ટીની કામન સંભાળ્યા બાદ ગત ચાર વર્ષમાં લગભગ 6 લાખ કિમીની યાત્રા કરી છે. 303થી વધારે આઉટ સ્ટેશન ટૂર કર્યા છે. દેશના 680માંથી 315થી વધારે જિલ્લાની યાત્રા કરી છે. અમિત શાહે બીજેપીની પરંપરાગત વોટબેંકને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. તેના કારણે બીજેપીને યૂપીમાં 2014ની સામન્ય ચૂંટણીમાં 8માંથી 71 અને 2017માં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 403માંથી 312 સીંટો મળી હતી.

ભાજપ બહુમત સાથે ફરી સત્તામાં આવ્યા બાદ અમિત શાહને દેશના ગૃહ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. વ્યૂહરચના ઘડવામાં ઉસ્તાદ અમિત શાહની જિંદગીની અને રાજકીય સફર અનેક ચડાવ ઉતારવાળી અને નાટકીય રહી છે. 1982ના આ યુવા કાર્યકર અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે એબીવીપીના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા અમિતભાઈ આજે પક્ષમાં સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા છે. સંગઠનને કુશળતાથી ચલાવવામાં માહેર અમિત શાહ પર પક્ષ ચલાવવાની મોટી જવાબદારી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણીમાં ભાજપ હારે કે જીતે, તેની સમગ્ર જવાબદારી તેમના ખભા પર આવી જાય છે. નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાનો ભાજપ માટે ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં પક્ષને ચૂંટણીમાં જિતાડવાની કુનેહ તેમણે હાથ કરી લીધી છે.

અમિત શાહના સ્વભાવની ખાસિયત છે કે તે દરેક લડતને ગંભીરતાથી લે છે. 1997માં ભારતીય જનતા યુવા મોરચામાં તેમને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1995ની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી. તેઓ સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે પછી ગુજરાતમાં એક પછી એક અનેક ચૂંટણીઓ તેઓ લડતા આવ્યા અને દરેકમાં જીતતા આવ્યા છે. એટલું જ નહીં,  રાજ્યના સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય કે  ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણી હોય કે સૌથી વૈભવી ક્લબની ચૂંટણી હોય, અમિત શાહ પોતાની વ્યૂહરચનાઓ થકી એક પછી એક સંસ્થાઓની ચૂંટણીઓ પણ જીતતા રહ્યા અને પક્ષ વતી તેના પર નિયંત્રણો પણ મેળવતા રહ્યા. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણી હોય કે પછી અહમદ પટેલને રાજ્યસભામાં હરાવવા માટેની લડત હોય તેઓ દરેક વખતે એટલા જ જોશથી સ્પર્ધામાં ઝંપલાવી દેતા હતા. શાહ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સાથીદાર તરીકે ઉપસી આવ્યા અને તેમણે સમગ્ર ભાજપની ધુરા પોતાના હાથમાં લઈ લીધી.

સૌહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં રહ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી અમીત શાહે 2014ની ચૂંટણીમાં મેન ઓફ ધ મેચની ભૂમિકા ભજવી હતી. જોકે આ સફળતા પહેલા તેમના જીવનનો એક તબક્કો એટલો વિકટ આવ્યો હતો કે, કોઇ કાચોપોચો માણસ હોય તો તે આત્મ હત્યા કરી લે. 2005માં તેઓ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે 2006માં ગુજરાતમાં સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસ થયો હતો. સૌહરાબુદ્દીન કૌસરબી નકલી એન્કાઉન્ટર કેસના મામલે તેમણે જેલમાં જવું પડ્યું હતું. તે વખતે એવું લાગતું હતું કે, નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી તરીકે નામ આવતા અને જેલમાં જતા અમીત શાહની રાજકીય કારકીર્દિ પતી જશે. અમીત શાહની રાજકીય કારકીર્દિનો આ મુશકેલ સમય હતો.

આ કેસમાં એટલા વળાંકો આવ્યા અને સ્થિતિ એવી રીતે બદલાતી રહી કે તેની સાથે અનેક રાજકીય મુદ્દાઓ પણ જોડાઈ ગયા હતા. સોહરાબુદ્દીનના કુટુંબીજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તે પછી ઍન્કાઉન્ટર કેસની તપાસ તેજ થઈ હતી અને વર્ષ 2005-06 દરમિયાન આ કેસની ચકચારી વિગતો બહાર આવતી રહી હતી.

ગુજરાતની ભાજપના સરકારના પ્રધાન અમિત શાહ ઉપરાંત રાજસ્થાનની ભાજપ સરકારના પ્રધાન ગુલાબચંદ કટારિયાનું નામ પણ આ નકલી ઍન્કાઉન્ટર કેસમાં સંડોવાયું હતું. ગુજરાત અને રાજસ્થાનના આઇપીએસ કક્ષાના અધિકારીઓ સહિત અનેક પોલીસોનાં નામો પણ બહાર આવ્યાં હતાં. આઇપીએસ ઓફિસર એમ. એન. દિનેશ, રાજકુમાર પાંડિયન અને ડી. જી. વણઝારા જેવા પોલીસ અધિકારીઓ અને અન્ય આરોપીઓ સાથે અમિત શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અમિત શાહની ધરપકડ 25 જુલાઈ, 2010ના રોજ થઈ હતી અને તેમને 29 ઑક્ટોબર, 2010ના રોજ જામીન મળ્યા હતા. ઑક્ટોબર 2010થી સપ્ટેમ્બર 2012 સુધી તેમને ગુજરાતમાંથી હદપાર પણ કરવામાં આવ્યા હતા.લાંબી કાનૂની લડાઈ પછી આખરે 30 ડિસેમ્બર, 2014ના રોજ સીબીઆઈ કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.

ચૂંટણી વ્યૂહરચનાના ‘ચાણક્ય’

2014માં ચૂંટણીમાં જીત મળી તે પછી નરેન્દ્ર મોદીએ અમિત શાહને ‘મૅન ઑફ ધ મૅચ’ કહ્યા હતા.વ શાહને નજીકથી જાણનારનું કહેવું છે કે, અમીતભાઇ એક ફિલ્મ ડિરેક્ટરની જેમ કામ કરે છે. ” ડિરેક્ટર કૅમેરાની પાછળ રહે અને અભિનેતાઓને સ્ટાર બનાવતા હોય છે. શાહે ઘણાને પોલિટિકલ સ્ટાર બનાવ્યા છે, પણ સુપરસ્ટાર મોદી જ છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે શાહ એક ઉત્તમ મૅનેજર છે. ભાજપના કાર્યકરો સૈનિકોમાં હોય તેવી શિસ્ત દેખાડે છે, તેમાં જ શાહની સંગઠનની કુશળતા વ્યક્ત થાય છે. એકદમ શિસ્તબદ્ધ રીતે કામ કરતાં આ કાર્યકરોને અમિત શાહે જ તાલીમ આપીને તૈયાર કર્યા છે. દાયકાથી તેઓ બૂથ મૅનેજમૅન્ટ પર ભાર મૂકતા આવ્યા છે. તેનું પરિણામ પહેલાં ગુજરાતમાં અને બાદમાં 2014માં લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા અમીત શાહની રાજકીય અને સંગઠનની કુશળતાને કારણે પક્ષે તેમને 2010માં પક્ષના મહામંત્રી બનાવ્યા હતા અને પ્રભારી તરીકે ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી હતી. શાહે ઉત્તર પ્રદેશમાં ભાજપનું ચૂંટણી નસીબ બદલી નાખ્યું અને પક્ષને જોરદાર જીત મળી. લોકસભાની 80 બેઠકોમાંથી 73 બેઠકો પર પક્ષે જીત મેળવી લીધી. તેઓ પ્રભારી હતા તેના બે જ વર્ષમાં ઉત્તર ભારતમાં પક્ષનો વૉટ શેર અઢી ગણો થઈ ગયો.

2014માં અમિત શાહ ભાજપની ચૂંટણી સમિતિના સભ્ય હતા. જનસંપર્ક, મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાની અને નવા મતદારોને પક્ષના સભ્યો બનાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. 2014માં ભાજપને જીત મળી તેમાં તેમની પરિણામલક્ષી વ્યૂહરચનાનો મહત્ત્વનો ફાળો હતો.

નોંધનિય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પાર્ટીની કામન સંભાળ્યા બાદ 2014માં સત્તામાં આવ્યા બાદ બીજેપીના સબ્સ્ક્રિપ્શન અભિયાન શરૂ કર્યું અને તેનું પરિણામ આ આવ્યું કે આગળના એક વર્ષની અંદર એટલે કે 2015માં પાર્ટીના સભ્યોની સંખ્યા 10 કરોડ કરાતા વધી ગઇ હતી. આ સબ્સ્ક્રિપ્શન અભિયાનના કારણે બીજેપી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. 2014 પહેલા બીજેપીના 3.5 કરોડ સદસ્યો હતો.

 121 ,  1