September 26, 2022
September 26, 2022

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદના ઇન્કમટેક્ષ ચાર રસ્તા પાસે એએમસી દ્વારા નવનિર્મિત ઓવરબ્રીજનું તેમણે લોકાર્પણ કર્યું હતું. બ્રીજના બંને છેડે કાર્યકરો દ્વારા ફૂલની પાંદડીઓથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે આ વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ ગુજરાત યુનિર્વિસટીના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યકરોના અભિવાદન સમારોહમાં હાજરી આપશે.

જ્યારે આવતીકાલે 4 જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે પરોઢિયે 4 કલાકે જમાલપુર સ્થિત જગદીશ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે અને મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવેલા ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથના દર્શન કરશે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી