ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

દેશ આજે ભારતના લોહપુરૂષ સરદાર પટેલની 145મી જયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આ દિવસની ઉજવણી રાષ્ટ્રીયતા એકતા દિવસના રૂપમાં થાય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

દેશ આજે ભારતના લોહપુરૂષ સરદાર પટેલની 145મી જયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં આ દિવસની ઉજવણી રાષ્ટ્રીયતા એકતા દિવસના રૂપમાં થાય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે ઉપસ્થિત સર્વને એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા. સરદાર પટેલે ભારતની એકતા અને અખંડિતતાને કાયમ કરવા સંખ્યાબંધ રજવાડાને એક કરવાની દિશામાં કામ કરીને દેશને એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. દેશની આઝાદી પછી દેશને એક કરવામાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતાના શિલ્પી હતા કે જેમણે આઝાદ ભારતને રાષ્ટ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે આઝાદ ભારતના ગૃહમંત્રી તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રીપદે મહત્વની જવાબદારી અદા કરી હતી.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર