September 25, 2022
September 25, 2022

J&Kમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજવી શક્ય બનશે – ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ 6 મહિના વધારવાનું બિલ અને જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 રાજ્યસભામાં રજૂ કરી દીધા છે. ગૃહ મંત્રીએ બિલને રજૂ કરતાં જણાવ્યું કે અનામત સંશોધન બિલ પાસ થવાથી જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે વસતાં 435 ગામોના યુવાઓને ફાયદો મળશે.

ગયા કાર્યકાળમાં પણ મોદી સરકાર સામે ઘણી વખત આ મુશ્કેલી આવી હતી. મોદી સરકાર લોકસભામાં તેમના બિલ સરળતાથી પસાર કરાવી શકે છે પરંતુ રાજ્યસભામાં બિલ પાસ કરાવવું મોદી સરકાર માટે પડકાર સમાન હોય છે. ત્રિપલ તલાક બિલ તેનું જ એક ઉદાહરણ છે.

અમિત શાહે કહ્યું કે હું પ્રસ્તાવ લઈને આવ્યો છું કે જમ્મુ-કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસનની અવધિ કાલે સમાપ્ત થઈ રહી છે તેને વધુ 6 મહિના માટે લંબાવવામાં આવે. મોદી સરકારને રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવું હોય તો અન્ય પાર્ટીની મદદ લેવી પડશે.

વધુમાં તેમણે કહ્યું, ચૂંટણી પંચે રાજ્યમાં તમામ ભાગીદારો સાથે વાત કરીને, ધાર્મિક આયોજનો, તહેવારો અને સુરક્ષાની સ્થિતિ અંગે તપાસ કર્યા બાદ કહ્યું છે કે રાજ્યમાં વર્ષના અંત સુધી ચૂંટણી યોજવી શક્ય થઈ શકે છે. કેન્દ્ર સરકારની પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ નથી રહી જતો

અગાઉ લોકસભામાં અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના વધારવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારે કોંગ્રેસ ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર લોકસભા અને પંચાયતની ચૂંટણી શાંતિપૂર્વક કરાવી શકતી હોય તો વિધાનસભાની ચૂંટણી કરાવવામાં શું તકલીફ નડે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી