અમિત શાહ જશે જમ્મુ-કાશ્મીર, આ છે મોટું કારણ…

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સંસદ સત્ર બાદ ત્રણ દિવસ માટે કાશ્મીરની મુલાકાત પર જશે. અમિત શાહ વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓને લઇ કાશ્મીરમાં પાર્ટીના કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન તેઓ કાશ્મીરના અલગ અલગ જ જિલ્લાઓના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.

અમિત શાહ કાશ્મીર પછી આ મહિને વિધાનસભા ચૂંટણીઓની તૈયારીને લઈને જમ્મુની મુલાકાતે પણ જશે જ્યાં બૂથ ઈન્ચાર્જની બેઠકને સંબોધિત કરશે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કાશ્મીરમાં વધુમાં વધુ વિધાનસભા સીટ જીતવા માટે રણનીતિ બનાવી રહ્યું છે.

આ ઉપરાંત પાર્ટીના અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. અમિત શાહ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓના કાર્યકર્તાઓની બેઠક કરશે. તો સદસ્યતા અભિયાન માટે કાર્યકર્તાઓને વધુ પ્રમાણમાં સભ્ય બનાવવા માટે પ્રેરિત કરશે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી