September 26, 2022
September 26, 2022

તેલંગાણામાં ગૃહમંત્રી અમિત શાહે આદિવાસી મહિલાના ઘરે જમ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ રંગારેડ્ડી જિલ્લામાં ભાજપના સભ્ય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન શાહે મમદીપલ્લી ગામમાં એક આદિવાસી મહિલા જાટવતી સોનીના ઘરે ભોજન લીધું હતું ભોજન બાદ શાહે આ આદિવાસી પરિવારને ભાજપમાં સભ્યપદ અપાવ્યું હતું.

આ પ્રવાસ દરમિયાન શાહે કહ્યું કે પાર્ટીમાં સજ્જન શક્તિ એકત્રિત થઇ રહી છે. તમામ દળમાં સારા લોકો છે અને તે સારા લોકો પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપમાં આવી રહ્યાં છે. ચૂંટણી હારતા જ પાર્ટી વિખેરાય જાય છે. ટીડીપી વિખેરાય ગઇ, કારણ કે વ્યક્તિ, પરિવાર અથવા જાતિ પર આધારિત પાર્ટી છે. ભાજપ વ્યક્તિ પ્રધાન પાર્ટી નથી.

અમિત શાહે તેલંગણાને 18 લાખ નવા સભ્ય બનાવવાનો ટારગેટ આપ્યો છે. તેઓએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેલંગણામાં 19 ટકા મત મળ્યા હતા. તેને વધારીને 50 ટકા સુધી પહોંચાડવાના છે. જે ગામમાં સભ્ય વધારવા કાર્યકર્તાઓ જશે ત્યાં સ્વચ્છતા અભિયાનનું ધ્યાન રાખશે અને ઓછામાં ઓછા પાંચ વૃક્ષ લગાવવાના રહેશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી