ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે, રવિવારે કરશે મતદાન

અમિત શાહ મોટેરા સ્ટેડિયમમાં નિહાળશે મેચ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાણપુરા વોર્ડમાં મતદાન કરશે.અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. નારાણપુરા વોર્ડના મતદાન મથકે મતદાન કરશે. સાથે જ મોટેરા સ્ટેડિયમાં ભારત-ઈંગ્લેંડ વચ્ચેની મેચમાં પણ હાજર રહેશે.

ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્આયો હતો. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે. રવિવારે તેઓ નારણપુરા બોર્ડમાં મતદાન કરશે અને તે બાદ તેમનો મેચ જોવાનો પણ કાર્યક્રમ છે. 

ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં પણ રહેશે ઉપસ્થિત

મોટેરા સ્ટેડિયમમાં મેચને લઈને અમદાવાદના લોકોમાં ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં મતદાન કર્યા બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળવા જશે. નોંધનીય છે કે અમદાવાદના મોટેરામાં ભારત-ઇગ્લેન્ડ વચ્ચે મેચ થવાની છે.

ક્રિકેટ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ મોટેરા આંતરરાષ્ટ્રીય મેચો માટે હવે તૈયાર છે અને આગામી 24 ફેબ્રુઆરીથી અહિયાં બે ટેસ્ટ મેચ અને પાંચ 20-20 મેચો સાથે કુલ 7 મેચ રમાવા જઈ રહી છે. 800 કરોડ કરતા પણ વધારેની કિંમત સાથે તૈયાર થયેલા મોટેરા સ્ટેડીયમનું રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિતશાહના હસ્તે 24મીએ લોકાર્પણ પણ થવાનું છે.

 42 ,  1