ગૃહમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક, હેલિકોપ્ટર લોકેશનથી 20 કિલોમીટર દૂર થયું લેન્ડિંગ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. બુધવારના રોજ બિહારના અરરિયામાં પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રીનું હેલિકોપ્ટર નક્કી કરાયેલા લોકેશનથી 20 કિલોમીટર દૂર લેન્ડિંગ કરાયું હતું. તેઓ અંદાજે 30 મિનિટ સુધી સુરક્ષાગાર્ડ વગર ઉભા રહ્યાં હતા.

મળતી વિગત મુજબ, ગૃહમંત્રી રાજનાથ સિંહનું હેલિકોપ્ટર અરરિયાના નરપતગંજમાં ઉતરવાનું હતું. જ્યાં સભાને સંબોધિત કરવાના હતા, પરંતુ નરપતગંજમાં લેન્ડ થવાની જગ્યાએ તેમનું હેલિકોપ્ટર 20 કિલોમીટર દૂર મડહેલમાં થયું હતું.

એક અધિકારીએ કહ્યું કે ગૃહમંત્રી રાજનાથ સિંહનું હેલિકોપ્ટર જે જગ્યાએ લેન્ડ કરાયું તે નકસલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. એવામાં આ મોટી ચૂક છે.

 33 ,  3