વાહન ચાલક સાથે ગુનેગાર જેવુ વર્તન નહી ચલાવાય, નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી : સંઘવી

સુરતમાં ગૃહમંત્રી સંઘવીની ટ્રાફિક પોલીસને ચેતવણી

ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોઈ પણ વ્યક્તિ સાથે ગુનેગાર જેવું વર્તન ના કરાવું જોઈએ. સુરતમાં રવિવારે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન કરતાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી તેથી તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ.

સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી ને કહ્યું કે, પોલીસ તંત્રે પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે.

તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો ક્યારેય મોકો જ ન આવે. એ પ્રકારનો ખૌફ લોકોની અંદર હોવો જ જોઇએ અને આવનારા દિવસોમાં આપણે ઉભી કરશું. પરંતુ પોલીસનો ખૌફ એટલે કોઈ ટ્રાફિક પોલીસ એક સામાન્ય નાગરિકને ઊભો રાખે અને એક હેલ્મેટ નથી પહેર્યું તો એની જોડે ગુનેગાર જેવું વર્તન નહીં કરતાં. એક ગૃહમંત્રી તરીકે હું સૂચન પણ આપું છું અને સૂચના પણ આપું છું.

આ શહેરના એક એક નાગરિક એ તમારી ઉપર ગર્વ અનુભવે છે. પરંતુ તમારો એક નાનો વ્યવહાર પણ ખરાબ થશે તો આખા પોલીસ આલમને ક્યાંકને ક્યાંક બદનામી આપશે. 

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી