રાજ્યમાં વધી રહેલા કસ્ટોડિયલ ડેથ મુદ્દે ગૃહ મંત્રીની ચેતવણી, કહ્યુ – જવાબદાર સામે કડક કાર્યવાહી..

કસ્ટોડિયલ ડેથ અંગે કડક કાર્યવાહી થાય છે:  હર્ષ સંઘવી

રાજ્યમાં વધી રહેલા કસ્ટોડિયલ ડેથ મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું છે કે કસ્ટોડિયલ ડેથ અંગે પોલીસ સ્ટેશનમાંથી માહિતી મંગાવીએ છીએ, નવસારીની ઘટનામાં પોલીસ અધિકારી,કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવા બનાવમાં મૃત્યુના કારણની તપાસ કરવામાં આવે છે. વિભાગની ક્ષતિ હોય તો તેમાં તપાસ કરી કાર્યવાહી કરીએ છીએ.

ગુનાખોરીની ઘટનાઑ સાથે કસ્ટોડિયલ ડેથમાં પણ ગુજરાત દેશમાં મોખરે છે. 2020-21માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. જેમાં છેલ્લા 1 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 17 મૃત્યુ થતાં પોલીસ કામગીરી સામે સવાલ ઊભા થયા છે. ત્યારે NCRBના રિપોર્ટમાં પણ ગુજરાત ટોચના સ્થાને હતુ. જે બાદ ગુજરાતના 7 કેસમાં NHRCએ સહાય આપવા ભલામણ કરી છે. કસ્ટડીમાં 13 મૃત્યુ સાથે મહારાષ્ટ્ર દેશમાં બીજા ક્રમે છે જો દેશ ભરમાં થયેલા  કસ્ટોડિયલ ડેથની વાત કરવામાં આવે તો 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીનાં મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2020-21માં સૌથી વધુ 17 કસ્ચોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં દેશમાં લગભગ 100 જેટલા આરોપીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, કેલેન્ડર વર્ષ 2018-19માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછી વર્ષ 2019-20માં 12, જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે. રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં મોતના 7 કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે.

કયા રાજ્યમાં કેટલાં મોત

  • ગુજરાત – 17 મોત
  • મહારાષ્ટ્ર – 13 મોત
  • ઉત્તર પ્રદેશ – 8 મોત
  • પશ્ચિમ બંગાળ – 8 મોત
  • મધ્ય પ્રદેશ – 8 મોત
  • ઝારખંડ – 5 મોત
  • કર્ણાટક – 5 મોત
  • દિલ્હી – 4 મોત
  • ઓડિશા – 4 મોત
  • આધ્રપ્રદેશ – 3 મોત
  • બિહાર – 3 મોત
  • રાજસ્થાન – 3 મોત
  • છત્તીસગઢ – 3 મોત
  • હરિયાણા – 3 મોત
  • પંજાબ – 2 મોત
  • જમ્મુ-કશ્મીર – 2 મોત
  • અરુણાચલ પ્રદેશ – 1 મોત
  • આસામ – 1 મોત
  • કેરળ – 1 મોત
  • ઉત્તરાખંડ – 1 મોત
  • તેલંગાણા – 1 મોત

NCRBના રિપોર્ટમાં પણ ગુજરાતની છબી ખરડાઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વિના રાખવામાં આવેલા 15 ટકા લોકોના મોત થયા હતા.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી