સુરતમાં માસ્કના નામે વેપારીઓ પાસે તોડ કરનાર હોમગાર્ડ જવાનની ધરપકડ

દુકાનદારોને કેસ કરવાની ધમકી આપ્યા બાદ 2-5 હજારનો દંડ ફટકારતો

સુરતમાં માસ્કના નામે પૈસાની ઉઘરાણી કરનાર હોમગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના નામે દુકાનદારો પાસેથી માસ્કના નામે જવાન પૈસા પડાવતો હતો. દુકાનદારોએ હોમગાર્ડ જવાનને પકડી પોલીસને હવાલે કર્યો હતો..ગોડાદરા પોલીસે ગુનો નોંધી હોમગાર્ડ જવાન સાગર ખૈરનારની ધરપકડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે ગોડાદરામાં મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી દુકાનોમાં માસ્કના દંડના નામે ઉઘરાણા કરતા હોમગાર્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાગર ખેરનાર નામના હોમગાર્ડની ખટોદરા પોલીસમાં ડયુટી છે. હાથના ઓપરેશનના બહાને તે હાલ 15 દિવસની રજા પર છે. જોકે, રજા પર હોવા છતાં યુનિફોર્મ પહેરી તે ઉઘરાણા કરતો હતો. દુકાનોમાં જઇ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ અને ગ્રાહકોએ માસ્ક પહેર્યુ નથી એવા નિયમો બતાવી દંડનીય કાર્યવાહી કરે છે. દુકાનદારોને કેસ કરવાની ધમકી આપ્યા બાદ 2-5 હજારનો દંડ ફટકારતો હતો. સાગર પાસે કોઇ રસીદ બુક નથી અને તે દંડ વસૂલ્યા બાદ રસીદ પણ આપતો ન હતો. માત્ર એક બુકમાં દેખાડા ખાતર નોંધ કરતો હતો.

દરમિયાન સ્થાનિક દુકાનદારોને શક જતા ખરાઇ કરતા આખરે ભાંડો ફૂટી ગયો હતો. તોડ કરતા હોમગાર્ડ સાગર ખેરનારે હાથ જોડી દુકાનદારોની માફી પણ માંગી હતી. આખરે સમગ્ર મામલો ગોડાદરા પોલીસમાં પહોંચ્યો હતો. લોકોએ હોમગાર્ડને પોલીસને હવાલે કરી દીધો હતો.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર