સુરતના દરિયાકિનારે હોમગાર્ડ જવાનોની મહેફિલ, માથે બોટલો મૂકી લગાવ્યા ઠુમકા

નશામાં ચૂર હોમગાર્ડના જવાનો, બીચ પર કરી દારૂની પાર્ટી

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ વધુ એક વીડિયો વાયરલ થયો છે. ઓલપાડના ડભારી દરિયાકાંઠે હોમગાર્ડના જવાનો જ દારૂની મસ્તીમાં ટૂન થઈને બીચ પર પાર્ટી કરતા દેખાયા છે.

ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરાંની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના ડભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા ધોળા દિવસે ખુલ્લેઆમ બીચ પર બેસીને દારૂ પાર્ટી કરવામાં આવી હતી. એટલું જ નહીં નશામાં ભાન ભૂલેલાં આ જવાનોએ માથે દારૂની બોટલો મૂકીને ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

26મી જાન્યુઆરીએ જ્યાં સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી. તેવામાં સુરતના અમુક હોમગાર્ડ જવાન અલગ જ પ્રકારની ઉજવણી કરતાં હતા. સુરતના ઓલપાડના દભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હતી. અને માથે બોટલો મૂકી સરેઆમ ડાન્સ પણ કર્યો હતો.

જોકે આ વીડિયોમાં દેખાતો એક યુવાન સાયણના હોમગાડ ના ઈન્ચાર્જ કમાન્ડિંગ છે જોકે તેમની સાથે ઓલપાડ તાલુકાના  સાયણ યુનિટના હોમગાર્ડ જવાન છે. દારૂના ગ્લાસ આપતો વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ છે. પ્રજાસત્તાક પર્વ પર સાયણ હોમગાર્ડ યુનિટના કમાન્ડર અને તેના અન્ય જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠુમકા લેતા હતા.

 67 ,  1