વડાપ્રધાનશ્રીનું હૃદય પણ હચમચી ગયું હશે ઇન્દોરની અમાનવીય ઘટનાથી….!!

મોદીજીની કૃપાથી ફરી સીએમ બનેલા મામાની સરકારે મોદીજીનું નામ ખરાબ કર્યું..!

અશક્ત-અપંગ-લાચાર-વૃધ્ધ સૌને ગાડીમાં ભરીને શહેરની બહાર છોડી દેવામાં આવ્યાં..!

શું આ રીતે માનવતા ભૂલીને સ્વચ્છતામાં નંબર વન બનશે ઇન્દોર શહેર..?

સ્વચ્છતામાં નંબર વન લાવવા ફૂટપાથ પર રહેનારા લાચારોને બહાર કાઢી મૂકાયા..

ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઇ પ્રજા માટે ખજાનો ખુલ્લો મૂકતા અને આજે..?

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ )

શેરી કે ચાલી મહોલ્લામાં રખડતા કૂતરાનો ત્રાસ વધી જાય તો મ્યુનિ. સત્તાવાળાઓ તેમને પકડીને નજીકના અવાવરૂ કે જંગલ વિસ્તારમાં મૂકી આવતા. પરંતુ જીવતા માણસો સત્તાવાળાઓ માટે બોજ છે, ચાલો તેમને એક ગાડીમાં પૂરીને શહેરની બહાર ખુલ્લા હાઇ-વે પર મૂકી આવીએ..તો..? હોતુ હશે. ? એવુ તે કાંઇ થતુ હશે….માણસોને પશુ સમજીને શહેરની બહાર છોડી દેવામાં આવે…? આવુ થયું છે. આવુ આજના સમયમાં 21મી સદીના 21મા વર્ષના પહેલા મહિનાના આખરમાં થયું છે. ત્યાં કોની સરકાર છે એ મહત્વનું નથી. પણ આવુ થયું અને…..?!

આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશ-વિદેશમાં ભારતની છબિને ઉજ્જવળ કરવા દિન-રાત એક કરી રહ્યાં છે. લોકડાઉનમાં 130 દેશોમાં દવાનો જથ્થો પહોંચાડીને ભારતનું નામ ગાજતુ કર્યું. પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં જે બન્યુ તેનાથી વડાપ્રધાનનું માથુ પણ શરમથી ઝૂકી જ ગયું હશે કેમ કે તેઓ પણ દરેક મહાનુભાવોની જેમ માનવતાવાદી છે અને સમાજના તરછોડાયેલા અને વૃધ્ધો માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યાં છે.

ઇન્દોર શહેર સ્વચ્છતામાં છેલ્લા 4 વર્ષથી પહેલા નંબરે આવે છે. શહેરમાં એટલી બધી ચોખ્ખાઇ રાખવામાં આવે છે કે રોડ પર એક સળી પર જોવા ન મળે. એવા સ્વચ્છ શહેરમાં કોરોનાનો રોગ ફેલાયો. જો કે સ્વચ્છતા રોગને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. પણ કોરોના મહામારી હોવાથી ઇન્દોરમાં પણ સંક્રમણ ફેલાયું. આ જ શહેર ઇન્દોરમાં એક એવી ઘટના બની કે જેમાં શહેરની સડકો પર રહેતા નિરાધાર-વૃધ્ધો-અપંગો-અશક્ત લોકોને એક વાહનમાં ભરીને તેમને શહેરની બહાર કૂતરા-બિલાડાની છોડવામાં આવે તેમ હાઇ વે પર છોડી દેવાયા…!!

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ પોતાને મામા ગણાવે છે એ મામાના રાજમાં તેમના નાગરિકોની સાથે અમાનવીય વ્યવહાર થયો, જે ચાલી શકતી નથી એવી અશક્ત વૃધ્ધ મહિલાને પણ હાઇ વે તરછોડી દેવામાં આવી….! ઇન્દોરમાં આવુ શાસન કરનારાઓએ, ભાજપને નુકશાન પહોંચાડવાની સાથે સમગ્ર માનવતાને પણ નુકશાન પહોંચાડ્યું.

સરકારે કહ્યું કે એ તો કર્મચારીઓની ભૂલ હતી…! કર્મચારીઓ આવી ભૂલ ત્યારે જ કરે કે જ્યારે તેમને ખબર જ હોય કે તેમને બચાવી લેવામાં આવશે. કોઇ કર્મચારીઓની આવી અને આટલી હિમત ના ચાલે. કોઇ પ્રાણીઓને આ રીતે ગાડીમાં ભરીને શહેરની બહાર છોડી દેવામાં આવે તો સમજી શકાય. પણ જીવતા માનવી અને તે પણ અપંગ અને લાચાર અને નિરાધાર..એવા લોકોને શહેરની બહાર કાઢી મૂકીને શહેરને સ્વચ્છ બનાવવાનું..? શું આ જ રીતે ઇન્દોર શહેશે અગાઉ નંબર વન સ્થાન મેળવ્યું હશે..?

ઇન્દોર શહેરના સત્તાવાળાઓએ જે કર્યું તે શરમજનક તો છે જ તેની સાથે સાથે આપણાં મોદીનું નામ બદનામ કરવાનો પણ પ્રયાસ છે. કેમ કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. લોકોએ મામાને જોઇને વોટ આપ્યા નહોતા. મામા શિવરાજ ચૌહાણના શાસનને કારણે તો ભાજપને બહુમતિ મળી શકી નહોતી. મામાએ મોદીજીનો આભાર માનવો જોઇએ કે તેંમના પ્રતાપે તેઓ ફરીથી મુખ્યમંત્રી પદે બેસી શક્યા. નહીંતર તો વિરોધપક્ષની પાટલીઓ પર જ બેઠા હતા. તેવા સમયે મામાએ અને મામાની સરકારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે તેમના વહીવટને કારણે મોદીજીનું નામ બદનામ ના થાય.

જે અપંગો-લાચારો અને અશક્તો શહેરની સડકો પર રહેતા હોય તો તે માટે સરકારે સામાજિક જવાબદારી સમજીને તેમના માટે રૈન બસેરાની વ્યવસ્થા હોવી જોઇએ. કોઇપણ સરકારનું ખરૂ કામ તો આ જ છે કે ગરીબો અને આવા લાચારોના આંસુ લૂછવામાં આવે. મોદીજી સફાઇ કર્મીઓના પગ ધૂએ છે અને મામાની સરકાર ગરીબોના લાચારોના આંસુ પણ લૂછી શકતી નથી….

મોદીજીએ શિવરાજને કહેવુ જોઇએ કે શિવભક્તિ કરો અને બીજાને જગ્યા આપો. આ રીતે જીવતા માનવીઓને પ્રાણીની જેમ ગાડીમાં ભરીને શહેરની બહાર મૂકી આવવાની ઘટના ઇન્દોર માટે યોગ્ય નથી. ગરીબો માટે- લાચારો માટે જ તો સરકાર માઇબાપ સમાન હોય છે અને એ સત્તાવાળાઓ તેમને અડચણ માનીને શહેરની બહાર ખુલ્લા હાઇ વે પર મૂકી આવે એ સાંભળીને પણ લોકોને એમ થાય કે આ શું…? આ શું થઇ રહ્યું છે…? મામાની સરકારે જે કર્મચારીઓએ આ માનવતાવિરોધી ગુનો કર્યો છે તેમની સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ.

ખબર મિલી હૈ કિ આ ઘટના અંગે એક ઉચ્ચ અધિકારીએ મંદિરમાં જઇને ભૂલનો પસ્તાવો કરીને માફી માંગી. પણ એ માફીનો શો અર્થ ભલા…? અપંગો- અશક્તો-નિરાધારોને ગાડીમાં ભરીને લઇ જવાયા ત્યારે દિલ નહીં પસીચા…? અને હવે મંદિરમાં માફી…?

ઇન્દોર શહેરમાં ફૂટપાથ પર રહેતા અપંગો-અશક્તોને ગાડીમાં ભરીને શહેરની બહાર મૂકી આવ્યાંનો વિડિયો વાઇરલ થયો ત્યારે આ માનવતાવિહોણા કામની જાણ પીઓમઓને પણ થઇ હશે,. વિડિયો વાઇરલ થયા બાદ તંત્ર કામે લાગ્યું અને તેમને રૈન બસેરામાં લઇ જવાયા. એક એવા શહેરમાં આવી ઘટના બની કે જેના મહારાણી અહિલ્યાબાઇ હોલકરે સોમનાથ મંદિર સહિત કેટલાય મંદિરોના જિર્ણોધ્ધાર માટે ખજાનો ખુલ્લો મૂક્યો હતો. આજનું ઇન્દોર શહેર જે ખૂબસૂરત છે તે એ સમયના રાજા-રજવાડાઓએ અંગ્રેજ આર્કીટેક્ટ દ્વારા પ્લાનિંગ કરીને શહેર વસાવ્યું હતું. પ્રજાને સંતાનની જેમ રાથકા અને સાચવતા ઇન્દોરના શાસકોની આત્મા કેટલી કકળી હશે એ જોઇને કે તેમના શાસનના શહેરમાંથી લાચાર પ્રજાને આ રીતે શહેરની બહાર કાઢી મૂકવાના….?

ઇંદોર રજવાડું , જેને હોલકર રજવાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, બ્રિટીશ રાજ દરમિયાન ભારતનું મરાઠા રજવાડું હતું. તેના શાસકો હોલકર રાજવંશના હતા અને મધ્ય ભારત એજન્સી હેઠળ હતું. રજવાડા ઈન્દોરમાં 19 બંદૂકની સલામી આપવામાં આવતી હતી.

ઈન્દોર રજવાડું હાલના ભારતીય રાજ્ય મધ્યપ્રદેશમાં સ્થિત હતું. રજવાડાની રાજધાની ઈંદોર શહેર હતી. રજવાડાનું ક્ષેત્રફળ 24,605 કિ.મી. હતું અને 1931 માં તેની વસ્તી 1,325,089 હતી; ઈન્દોર ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ શહેરો હતા મહેશ્વર , રામપુરા ખરગોન, મહિદપુર, બરવાહ અને ભાનપુર. તે વખતે . અહીં કુલ 3,368 ગામો પણ હતા.

-દિનેશ રાજપૂત

 123 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર