બાપુનગરમાં મહિલાએ નોધાવી દુષ્કર્મની ફરિયાદ, તપાસ કરતા હનીટ્રેપનો થયો ખુલાસો

મહિલાએ બર્થડે હોવાનું કહીને વૃદ્ધને હોટલમાં લઈ જઇ રચ્યું કાવતરૂ

દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માંગ્યા 13 લાખ

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં 61 વર્ષનો એક વૃદ્ધ હનીટ્રેપનો ભોગ બન્યો છે. ભેજાબાજ મહિલાએ નોકરીના બહાને વૃદ્ધને પોતાનો શિકાર બનાવી 13 લાખ માંગ્યા હતા. જો કે પૈસા ન મળતા મહિલા અને તેના સાગરિતોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસ તપાસમાં રેપ કેસ નહીં પરંતુ હનીટ્રેપમાં કિસ્સો હોવાનું જાણવા મળતા, પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધને દસેક દિવસ પહેલા આ વૃદ્ધને એક ફોન આવ્યો હતો. જેમાં સામે ફોન કરનાર વ્યક્તિએ પોતે “મેં આશા બોલ રહી હું મુજે નોકરી કી જરૂરત હે”. જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે તેવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધએ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે તેવું કહેતા યુવતીએ તે સ્થળ દૂર પડશે તેમ કહ્યું હતું. બાદમાં યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો તેમ કહી વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ મહિલાએ વિજયપાર્ક આ જાના તેમ કહી વૃદ્ધને મળવા બોલાવ્યા હતા. પણ વૃદ્ધ ત્યાં જવાનું ભૂલી ગયા અને તેઓ મંદિર દર્શન કરવા નીકળી ગયા હતા.

દર્શન કરતા હતા ત્યાં જ આ મહિલાનો ફોન આવ્યો અને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા આવવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધ ત્યાં પહોંચતા જ મહિલા બાઇક પર બેસી ગઈ અને વૃદ્ધ તેમને ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા. પણ ત્યાં નોકરી માટે નક્કી ન થતા મહિલા વૃદ્ધ સાથે પરત કૃષ્ણનગર આવી હતી.

ત્યારબાદ બાદમાં મહિલાએ બર્થડે હોવાનું કહી વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું કે, હોટલમાં તો આઈડી પ્રુફ માંગે છે તો મહિલાએ કહ્યું કે, તેની પાસે બધા પ્રુફ છે. બાદમાં બને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. હોટલમાં 600 રૂ. આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા.

બાદમાં આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતા વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. ત્યારપછી મહિલા નગ્ન થઇ વૃદ્ધને બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સુઈ જવા કહ્યું હતું. પણ અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડા પહેરી લીધા હતા. ત્યારબાદ બાથરૂમાં જતી રહી હતી. અને કઇની સાથે ફોન પર વાત કરતી હતી. થોડીકવાર પછી હોટલ રિસેપશન કાઉન્ટર પર બોલાચાલી થતી હતી. મહિલા સહિત કેટલાક લોકો જોર જોરથી બોલાચાલી કરતા હતા. આ દરમિયાન બે મહિલા અને એક યુવક રૂમમાં આવી વૃદ્ધ સાથે મારા મારી કરવા લાગ્યા હતા.

યુવકે વૃદ્ધને કહ્યું હતું કે તું યે લડકી કો હોટલ ક્યૂ લેકે આયે હો યે મેરી બહેન મનિષા હૈ. તેમ કહી યુવક ગંદી ગાળો આપવા લાગ્યો હતો. યુવકે પોતાનું નામ વિકાસ ગોહેલ હોવાનું જમાવ્યું હતું. ત્યારબાદ વૃદ્ધને માર મારતા નીચે લઇ ગયા હતા. આ દરમિયાન રાજેશ નામના એક વ્યક્તિએ દસ લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ 25 માર્ચે બાપુનગર પોલીસના કેટલાક માણસો વૃદ્ધના ઘરે આવી દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હોવાનું જણાવી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જો કે આ દરમિયાન વૃદ્ધે સમગ્ર હકિકત જણાવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ ફરિયાદ ખોટી હોવાનું પુરવાર થયું હતું. દુષ્કર્મની ફરિયાદ કરનાર અમીષા આશા બની આ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરૂ ઘડ્યું હતું. આ મામલે બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 132 ,  1