મહિલા બાળ વિકાસ આયોગ સંચાલિત 181 હેલ્પ લાઈનની સરાહનીય કામગીરી

મહિલા બાળ વિકાસ આયોગ દ્વારા 181 હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલ આ સરાહનીય કાર્ય લોકોને ખૂબ જ મદદરુપ બની રહી છે. ખાસ કરી ને મહિલા અને બાળકોના પ્રશ્નો ને ખૂબ જ ઝીણવટ અને ચોકસાઈ પૂર્વક ઉકેલ લાવવામાં મદદ રૂપ બની રહી છે.

ત્યારે અમદાવાદના એક બહેન સાથે નોકરી અપાવવાના બહાને સાબરકાંઠાના વ્યક્તિ એ છેતરપીંડી કરી હતી. આ બનાવને લઇ મહિલાએ 181 હેલ્પ લાઈન પર ફોન કરી મદદ માંગી હતી. જો કે બાદમાં મહિલા બાળ વિકાસ આયોગે મહિલાની મદદ કરી હતી.

તો બીજી તરફ આવો જ એક કિસ્સો હિંમતનગરના RTO વિસ્તાર માં બન્યો હતો. જ્યાં એક 60 વર્ષીય વૃધ્ધા પોતાના ઘરનું સરનામું ભુલી રોડ પર આકૂળ વ્યાકુળ હાલત માં ફરતી નજરે પડી હતી. જો કે સ્થાનિક દ્વારા 181 હેલ્પલાઇનની મદદ લઇ મહિલાને તેના ઘર પરિવાર સુધી પોહચડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી