બાબરામાં મહિલા PSIની ગુંડાગર્દી, પરેશ ધાનાણીએ કહ્યુ- ‘રાવણ રાજનો આભાસ’

પેટીયું રળવા પાથરણા પાથરીને બેઠેલી લાચાર મહિલાઓ પર વરસાવ્યા ડંડા, વીડિયો વાયરલ થતાં થયા સસ્પેન્ડ

અમરેલી જિલ્લાના બાબરામાં ભરાતી બુધવારી બજારમાં મહિલા PSIને મહિલાઓ પર લાઠીચાર્જ કરવો ભારે પડ્યો છે. ઉચ્ચ અધિકારીઓ આ અંગે ગંભીરતાથી લઇ મહિલા પીએસઆઇ દીપીકા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવી છે. બાબરાના ધારાસભ્ય વીરજી ઠુંમરે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. અને તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી હતી.

બાબરામાં દર બુધવારે મધ્યવર્ગના લોકો ખરીદી કરી શકે તે માટે બુધવારી બજાર ભરાય છે. ગઈકાલે સવારે પોલીસે દાદાગીરી કરીને આ માર્કેટ બંધ કરાવી હતી. આ દરમિયાન દીપિકા ચૌધરી નામના મહિલા પીએસઆઈએ બુધવારીમાં પાથણા પાથરી વેપાર કરતી ગરીબ અને મધ્યવર્ગની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક મહિલાઓને તેમણે ડંડાથી માર માર્યો હતો. આ દરમિયાન તેઓ યુનિફોર્મમાં પણ જોવા મળ્યા ન હતા. આ આત્યાચારનો વીડિયો પણ વાયરલ થયો હતો.

વીડિયોમાં મહિલા પીએસઆઈ એક મહિલાને માર મારતા જણાઈ રહ્યા છે. આ  ધ્યાનથી જોતા તેમણે પોતાનું માસ્ક સરખી રીતે પહેર્યું નથી. તેમનું માસ્ક નાકથી નીચે જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય ખૂબ જ કડક છાપ ધરાવે છે. નિયમ ભંગ બદલ તેઓ પોલીસ ખાતાના લોકોને પણ સજા ફટકારે છે. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ પીએસઆઈના આવા વર્તન બાદ ગરીબ મહિલાઓનો ગુસ્સા ફૂટી નીકળ્યો હતો. પોતાની હૈયાવરાળ રજુ કરતા મહિલાઓએ કહી રહી હતી કે રાજકીય મેળાવડા થાય છે ત્યારે પોલીસ શા માટે મૂકપ્રેક્ષક બનીને બેસી રહે છે? શા માટે ફક્ત ગરીબો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે?

મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ સુરક્ષિત છે તેવા બણગાં ફૂંકે છે. રાજ્ય સરકાર આ દ્રશ્યો જુએ અને જેની જવાબદારી સુરક્ષા કરવાની છે તે જ પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે. અમારા નાના બાળકોને પણ પોલીસે છોડ્યા નથી અને તેમના પર પણ લાઠી વરસાવી હતી.

કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર પ્રહાર કરતું ટ્વીટ કર્યું છે. ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે કમલમને અનેક કાર્યક્રમો થાય છે ત્યારે સરકારી તંત્ર ‘મૂક’ અને લાચાર બને છે.

હકીકતમાં આ મહિલાઓ અહીં મોજશોખ માટે નહીં પરંતુ અઠવાડિયામાં એક દિવસ નદીના પટમાં પાથરણાં પાથરીને જૂના કપડાંનો વેપાર કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. આ અંગે વીડિયો સામે આવતા જ લોકોમાં ચર્ચા જાગી છે કે સરકાર એક બાજુ મહિલા સુરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ ખુદ એક મહિલા પીએસઆઈ જ ગરીબ વર્ગની મહિલાઓ પર લાઠી વીંઝી રહી છે.

 359 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર