September 28, 2020
September 28, 2020

Monsoon Session 2020 : સંસદ સત્ર પહેલા PM મોદીનું નિવેદન – એક તરફ કોરોના તો બીજી તરફ કર્તવ્ય

કોરોના વાયરસ સંકટની વચ્ચે આજથી સંસદનું ચોમાસું સમત્ર શરૂ થઇ રહ્યું છે. સત્રની શરૂઆત પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. સંસદ સત્ર શરૂ થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક વિશિષ્ટ વાતાવરણમાં સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે, કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે. પીએમે કહ્યું કે તમામ સાંસદોએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો છે, તમામ સાંસદોને આ પહેલ માટે અભિનંદન પાઠવું છું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે આપણી સેનાના વીર જવાનો સરહદ પર ખડેપગે છે. હિંમત સાથે, જુસ્સા સાથે, દુર્ગમ પહાડીઓ પર અડીખમ છે. થોડા સમય બાદ બરફવર્ષા પણ શરૂ થશે.

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે લોકસભા અને રાજ્યસભા અલગ અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સંસદ ચાલશે. તમામ સાંસદો તેની સાથે સહમત છે. 

જણાવી દઇએ, 20 વર્ષમાં પહેલીવાર સર્વદળીય બેઠક યોજાઈ નથી સત્ર શરૂ થયા પહેલા જ લોકસભા-રાજ્યસભાના તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજ અને વધુ એક સાંસદના નિધનના કારણે લોકસભાની સંક્ષિપ્ત કાર્યવાહી થશે. રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી આજે થવાની છે જેમાં એનડીએના હરિવંશ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર મનોજ ઝા વચ્ચે મુકાબલો છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર