પંચમહાલના ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ

મોટે પાયે જાનહાનિની આશંકા, અનેક કામદારો ઇજાગ્રસ્ત

પંચમહાલના ઘોઘંબામાં બહુમાળી ઈમારત ધરાવતી જીએફએલ કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અચાનક કેમિલક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ પ્રસરી ગઈ હતી. આગમાં મોટી સંખ્યમાં શ્રમિકો દાઝ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે, આગે વિકરાળ સ્વરૂપણ ધારણ કરાત ઈમરજન્સી લાગુ પડે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આગની જાણ થતા ફાયરવિભાગની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે. તો આગના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

આ બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ ફાટી નીકળી છે. જ્વલનશિલ કેમિકલ બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા ફાયર વિભાગ દોડતુ થયુ છે. આ આગ એટલી મોટી છે કે, એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા. જોકે, કંપની બ્લાસ્ટમાં મોટી જાનહાનિની શક્યતાઓ છે. બ્લાસ્ટમાં અનેક કામદારો અંદર ફસાયાા હોવાની શક્યતા છે. જેમને બચાવવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામા આવી રહી છે. આ દુર્ઘટનામાં બે કામદારોના મોતની શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ, 15 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવાય છે.

ઘોઘંબાના રણજિત નગર પાસે જીએફએલ કંપની આવેલી છે. કંપનીના જીપીપી-1 નંબરના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આગની જ્વાળાઓ આકાશ દેખાય ત્યાં સુધી પ્રસરી હતી. આ કંપનીમાં જ્વલનશિલ કેમિકલ બનાવવામાં આવે છે, જેને પગલે બ્લાસ્ટની તીવ્રતા વધુ છે. કિલોમીટરના વિસ્તાર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. સુરક્ષા માટો જિલ્લા પોલીસ વડાએ મોટો કાફલો કંપની પાસે ગોઠવી દીધો છે.

આ વીડિયો એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પણ હચમચી ઉઠ્યા હતા. કંપની આસપાસથી પસાર થતા તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. આગની ઘટનાને પગલે કામદારોમાં મોટો ફફડાટ ફેલાયો છે. હાલ આ ઘટનામાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની અને બે કામદારોના મોતની આશંકા છે. જોકે, ચોક્કસ આંકડો હજી સામે આવ્યો નથી.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી