ડીસામાં એક જ રાતે હત્યાની બે ઘટનાથી મચી સનસની, પોલીસ થઇ દોડતી

મંદિરના ચોકીદારની ધાતકી હત્યા, નર્સિંગ કરતી મહિલાનું પણ ખૂન

બનાસકાંઠાના ડીસામાં એક રાતે બે હત્યાની સનસની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી. સાંઇબાબા મદિરમાં ખાટલામાં સૂતેલા ચોકીદારની ધારદાર હથિયારો વડે કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં એકલી રહેતી મહિલાની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવતા ચરચાર મચી ગઇ હતી. હાલ આ બંન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો ડીસાના સાંઈબાબા મંદિરમાં ચોકીદાર તરીકે કામ કરતા કટ્ટીભાઈ હમીરજી વજીર મંદિરના કુટીરમાં ખાટલામાં સુતા હતા. તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો તેમને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે મંદિરમાં પૂજારીને જાણ થતાં જ તેઓએ મંદિરના સંચાલક સહિત પોલીસને જાણ કરી હતી.

જ્યારે બીજો હત્યાનો બનાવ ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં બન્યો હતો. જેમાં એક મહિલાની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. હોસ્પિટલના ક્વાર્ટરમાં બીજા માળે રહેતા અને નર્સિંગનું કામ કરતાં કિરણભાઈ મકવાણાની પત્ની પાયલબેન મકવાણા ઘરે એકલા હતા તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તેમની હત્યા કરી હતી.

મોડી રાત્રે હોસ્પિટલમાં કામ પતાવીને ઘરે પરત આવતા કિરણભાઈને તેમની પત્નીની હત્યા થઇ હોવાની જાણ થઈ હતી. બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જગ્યાના સીસીટીવી મેળવી હત્યારાઓનું પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી