નવા વર્ષથી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી શકે છે મોંઘી

તૈયાર રહો વધુ એક ઝટકા માટે…

ગુજરાત સહિત દેશભરમાં કોરોનો મહામારી વચ્ચે વધતી મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ – ડીઝલ, એલપીજી સિલેન્ડરથી લઈને ખાણી પીણીની વસ્તુઓના વધતા ભાવની વચ્ચે હવે સારવાર કરાવવું પણ મોંઘું થઈ ગયું છે. ખાનગી હોસ્પિટલ સારવારના ખર્ચ વધારવાના મૂડમાં છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો આવતા વર્ષે મેડિકલ ટ્રિટમેન્ટ મોંઘી થઈ જશે. કેમ કે એપોલો અને ફોર્ટિસ સહિત પ્રમુખ પ્રાઈવેટ હોસ્પિટલ વધતા ખર્ચના કારણે ટ્રીટમેન્ટ પેકેજ દરોમાં 5-10 ટકા સુધીના વધારાનો વિચાર કરી રહી છે. એ ધ્યાન આપવા જેવી બાબત છે હોસ્પિટલમાં રોકડની ચૂકવણી કરનારા દર્દીઓ માટે કિંમતમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે.

કેટલીક ખાનગી હોસ્પિટલમાં અધિકારીઓએ અંગ્રેજી વેબસાઈટ ઈટીને જણાવ્યુ કે પેરેજ દરોના સંશોધન 2021-22ના અંત સુધી સંભાવના છે. ફોર્ટિસ હેલ્થકેરના પ્રવક્તાએ કહ્યું કે અમે મહત્વપૂર્ણ ઓવરહેડ્સની સાથે એક મોટી મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલ ચેન છે. અમે 2019 બાદ કોરોનાના કારણે વધેલા મેનપાવરનો ખર્ચ અને અન્ય પરિચાલન ખર્ચથી અસર થવા છતાં સમાન દરો પર દર્દીની સારવાર કરી રહ્યા છીએ. અમે આ સ્થિતિનું મુલ્યાંકન કરી રહ્યા છીએ અને તે યોગ્ય સમય પર પેકેજ ટેરિફ સુધાર અંગે નિર્ણય લીધો.

અપોલો હોસ્પિટલ્સે એમ પણ કહ્યું કે તે કિંમત વધારવાના વિકલ્પનું મુલ્યાંકન કરી રહ્યા છે. અપોલો હોસ્પિટલના ગ્રુપ મુખ્ય નાણા અધિકારી કૃષ્ણન અખિલેશ્વરને કહ્યું કે સ્વસ્છતા, ઉપભોગ્ય સામગ્રીઓ માનવ સંસાધન અને સામાન્ય મુદ્રાસ્ફીર્તિનો ખર્ચ અમારા માર્જિનને ખાઈ રહ્યો છે. એટલા માટે કોઈ બિંદુ પર અમન ખર્ચ પાર કરવાનો રહેશે અને ટ્રીટમેન્ટ રેટને વધારવો પડશે. કૃષ્ણને કહ્યું કે 5 ટકા સરેરાશ વાર્ષિક વૃદ્ધિ સામાન્ય રીતે આદર્શ છે. પણ આ વખતે થોડી વધારે થઈ શકે છે. હોસ્પિટલોનો ખર્ચ વધી ગયો છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી