અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો સ્વિમસૂટવાળો હોટ અવતાર

ફોટો જોઈને તમે પાણીપાણી થઈ જશો, યૂઝરે કહ્યું-ડ્રેસ થોડાં સારા પહેરો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હોપર ઈન્સ્ટાગ્રામ રિચલિસ્ટ-2021માં પણ પ્રિયંકા ચોપરાનું નામ સામેલ છે.

ત્યારે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ સ્વિમસૂટમાં બે તસવીરો શેર કરી છે. જે જોતજોતામાં જ વાઇરલ થઈ ગઈ છે.

પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. તસવીરોમાં પ્રિયંકા સ્વિમસૂટમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે. પોસ્ટની નીચે કેપ્શન લખ્યુ છે કે, એક્સપેક્ટેશન વર્સીસ રિયાલીટી. એક ફોટામાં પ્રિયંકા સેંશુઅલ એક્સપ્રેશન્સ આપી રહી છે તો બીજા ફોટામાં તે હસતી નજરે પડી રહી છે.

પ્રિયંકા ચોપરાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ ગયા છે. લગભગ એક કલાકમાં જ આ પોસ્ટને અંદાજે 7 લાખ લાઈક્સ મળી ચૂકી છે. બીજી તરફ હજારો ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે. મોટાભાગના ફેન્સ તેના વખાણ કરી રહ્યાં છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના કપડાંને લઈને કમેન્ટ કરી રહ્યાં છે. આવા જ એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, સારી છે, પરંતુ ડ્રેસ તો થોડાં સારા પહેરો.

 106 ,  1