September 24, 2020
September 24, 2020

હોટલ અને રેસ્ટોરન્ટ પર કોરોનાનું ગ્રહણ..! વધુ છુટ આપવામાં આવે તેવી માગ

રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી હાલતમાં, મુખ્યમંત્રીને કરી રજૂઆત

કોરોના વાયરસ કાબૂ મેળવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન કારણે રાજય સહિત સમગ્ર દેશમાં ધંધા અને રોજગાર પર માઠી અસરો પડી છે. ત્યારે સરકાર દ્વારા અનલોક દરમિયાન છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આજથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક 3ની અમલીકરણ શક્ય બનશે. જેમાં રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી છે. તો બીજી તરફ દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.ત્યારે હોટલ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર થાય છે. હોટલ અને રેસ્ટોરન્ટનો નિભાવ ખર્ચ પણ એકઠો નથી થઈ રહ્યો. જો આ જ સ્થિતિ રહી તો રાજ્યમાં વિકસેલ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાશે અને 60 ટકા જેટલી હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ જાય તેની સ્થિતિ છે.

હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ પોતાની વાત રજૂ કરીને જણાવ્યું છે કે, હોટલનો વેપાર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, આ કારણે હોટલ ચલાવવાનો ખર્ચ પણ નીકળતો નથી. હોટલ એસોસિએશન દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર