અમદાવાદમાં ગુડાંરાજ..! બદમાશો બેખોફ, પોલીસ મૂકદર્શક

જમાલપુરમાં હોટલ માલિકને છરો બતાવી આપી ધમકી

અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે. પોલીસથી બેખોફ ગુંડાઓ, બદમાશો ખુલ્લેઆમ મારા-મારી, હત્યા તેમજ ફાયરીગની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

અમરાઈવાડી, વસ્ત્રાલ બાદ હવે જમાલપુરમાં ગુંડાગર્દીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. છીપાવાડમાં આવેલ ઈકબાલ હોટલમાં નશાની હાલતમાં બદમાશો છરો લઈને ધસી આવ્યા હતા અને હોટલ માલિકને ધમકી આપી હતી. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ, જમાલપુરના છીપવાડમાં આવેલી ઇકબાલ હોટલમાં કેટલાક લુખ્ખાઓ છરો લઈને ધસી આવ્યા હતા. અને હોટલના માલિકને છરો બતાવી ધમકાવવા લાગ્યા હતા. એટલું જ નહી, હોટલના સ્ટાફ પર છરી વડે હુમલો કરવાની કોશીશ કરી દહેશતનો માહોલ ફેલાવ્યો હતો. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

નેટડાકિયા ન્યૂઝે જ્યારે આ મામલે સ્થાનિક લોકોનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, હોટલ માલિકને છરો બતાવી ધમકી આપનાર આરોપી અબ્રાન પઠાણ બે દિવસ પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપી અબ્રાહમ પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે અવારનવાર વેપારીઓને ચાકુ બતાવીને વેપારીયોને ધમકી આપે છે. વિસ્તારમાં તેનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે.

આ ઘટના બાદ વેપારીયોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. જમાલપુરમાં લુખ્ખાઓ બેફામ થઈ ગયા હોય તેનું સાફ દેખાઈ રહ્યું છે. હોટલ માલિકને ધમકી આપ્યા બાદ પણ બદમાશો છીપાવાડમાં પોતાની દહેશત જમાવવા માટે છરીઓ લઈ બાઈક પર ખુલ્લેઆમ ફરી રહ્યા હતા.

હાલ આ મામલે ગાયકવાડ પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરી છે.

 127 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી