વેલ્લોરમાં મકાન ધરાશાયી, 4 બાળકો સહિત 9નાં મોત

તમિલનાડુમાં વરસાદનો કહેર

તમિલાનાડુમાં વરસાદનો કહેર યથાવત છે. પ્રદેશના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મકાન પાણીમાં વહી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ દર્દનાક ઘટનામાં ચાર બાળકો સહિત નવનાં મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આ ઘટનામાં મોતને ભેટનાર લોકોના પરીજનોને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

તમિલનાડુમાં એક ઓક્ટોમ્બરથી શરૂ થયેલા હાલમાં ઉત્તર-પૂર્વ મોનસૂનના દરમ્યાન અત્યાર સુધી સામાન્યથી 61 ટકા વધુ વરસાદ દાખલ કરવામાં આવ્યો છે. ઉત્તરી તમિલનાડુંના જિલ્લાઓ સહિત ઘણા રાજ્યોમાં સાંબેલા ધાર વરસાદ વરસ્યો છે.

આ તરફ બંગાળની ખાડીની ઉપર બનેલા ઓછા દબાણના ક્ષેત્ર શુક્રવારની વહેલી સવારે તમિલનાડું અને આંધ્ર પ્રદેશની વચ્ચેના તટને પાર કરીને ગયું. ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ઓછું દબાણનું ક્ષેત્ર ચેન્નઈ અને પુડુચેરીના વચ્ચે તટને પાર કર્યું હતું.

IMDએ પોતાના ટ્વિટર વોલ પર લખ્યું છે કે દક્ષિણ- પશ્ચિમ બંગાળની ખાડીની પર બનેલા ઓછા દબાણના ક્ષે્ત્ર ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધ્યું છે. 19 નવેમ્બરના રોજ પરોઢીયે ત્રણ ચાર વાગ્યાની આસપાસ ચેન્નઈની વચ્ચે ઉત્તરી તમિલનાડું અને દક્ષિણ આંધ્ર પ્રદેશની આસપાસના તટોને પાર કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાંજ ચેન્નઈ અને તમિલનાડુંના અન્ય ઉત્તરી ક્ષેત્રોમાં ભારે વરસાદથી 14 લોકોના મોત નિપજ્યા છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી