ઉત્તર પ્રદેશ જીતવું કેટલું જરૂરી, CM યોગીના ખભા પર PM મોદીનો હાથ, શું છે આ તસવીરનો અર્થ?

હમ નિકલ પડે હૈ પ્રણ કરકે, જિદ્દ હૈ એક સૂર્ય ઉગાના હૈ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા પોતાની આગવી શૈલીથી લોકોને ચોંકાવી દે છે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખભા પર હાથ રાખીને ચાલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે કંઈક ગંભીર ચર્ચા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા એક કવિતા પણ લખી છે.

હમ નિકલ પડે હૈ પ્રણ કરકે

અપના તન-મન અર્પણ કરકે

જિદ્દ હૈ એક સૂર્ય ઉગાના હૈ

અમ્બર સે ઉંચા જાના હૈ

એક ભારત નયા બનાના હૈ

ચૂંટણીઓ પહેલા પીએમનો માસ્ટર સ્ટ્રોક

તમને જણાવી દઈએ કે, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ 3 નવા કૃષિ કાયદાઓ પરત લેવાનો નિર્ણય એક સમજી વિચારીને લેવામાં આવેલ રાજનૈતિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવી ઉત્તરપ્રદેશમાં ભાજપને હરાવવા માટેની રણનીતિ વિપક્ષી દળો દ્વારા તૈયાર કરી દેવામાં આવી હતી. પરંતુ સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ આવી માફી માગી આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી છે.

ઉત્તરપ્રદેશમાં જીત 2024 માટેના દરવાજા ખોલશે

મિશન ઉત્તર પ્રદેશ 2022 માટે ભાજપે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ભાજપ પૂર્વાંચલ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના યુપી પ્રવાસ દરમિયાન આગામી ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં જીત 2024 માટેના દરવાજા ખોલશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી