એક સરકારને જીવનરક્ષક ઉપકરણ ખરીદતા કેટલો સમય લાગે ?

જ્યારે ઝારખંડ હાઇકોર્ટે સરકારને કર્યો હ્યદય સોસરવો સવાલ ?

કોઇ એક સરકારને તાકિદની કટોકટી માટે કોઇ ઉપકરણ ખરીદવામાં કેટલી વાર લાગે ? સરકાર ધારે તો દુનિયાના કોઇપણ ખુણેથી એ ઉપકરણ ખરીદી શકે કે જે ટેસ્ટીંગ બાદ એમ બતાવે કે ઓમિક્રોન પોઝિટિવ છે કે નહીં ? ઝારખંડ સરકારે આ ખાસ ઉકરણ હજુ સુધી ખરીદ્યુ નથી. આ મુદ્દે ઝારખંડ હાઇકોર્ટ દ્વારા સરકારને આડે હાથે લઇને એવું સવાલ કરવામાં આવ્યો છે કે, શું હાહાકાર મચાવનાર ઓમિક્રોન જતો રહેશે કે પછી જીનોમ સિકવેન્સીગ મશીન ખરીદવામાં આવશે ?

ઝારખંડની રિમ્સ હોસ્પિટલમાં નબળી વ્યવસ્થાના કારણે હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી છે. કોરોના સંક્રમણને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાઓને લઈને સુનાવણી કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડો. રવિરંજને સરકારને સવાલ કર્યો કે, ઓમિક્રોનથી બચવા માટે અત્યાર સુધી શુ પગલા ઉઠાવ્યા? બચાવની રણનીતિ શુ છે? પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ જવાબ ના મળતા હાઈકોર્ટે સખત ફટકાર લગાવતા ટિપ્પણી કરી કે, શું ઓમિક્રોન હાહાકાર મચાવીને ચાલ્યો જશે ત્યારે ઝારખંડમાં જિનોમ સિક્વેન્સિંગની મશીન આવશે.

સરકાર તરફથી કોર્ટમા આપવામાં આપેલા જવાબમાં જણાવાયુ કે, કોરોના સંક્રમિતના સેમ્પલ જિનોમ સિક્વેન્સિંગ માટે ભુવનેશ્વર મોકલવામાં આવે છે. જેના કારણે તપાસ રિપોર્ટ આવવામાં વાર લાગે છે. આ કારણે કોર્ટે રાજ્યમાં જિનોમ સિક્વેન્સિંગ તપાસ ઉપલબ્ધ કરાવવા માટેના નિર્દેશ કર્યા હતા.

રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, નવા વેરિએન્ટની ઓળખ માટે રાજ્ય માટે બે મશીનો ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમા એક મહિના જેટલો સમય લાગી શકે છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, આ મશીનો ઘણી મોંઘી છે અને તેને મર્યાદિત કંપનીઓ જ બનાવે છે. એક મશીન રિમ્સમાં તો બીજી મશીન એમજીએમ જમશેદપુર મેડિકલ કોલેજમાં લગાવવામાં આવશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી