September 23, 2021
September 23, 2021

ભારતમાં વર્ષે કેટલા લોકો કમાય છે 100 કરોડ રૂપિયા?

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં આપી વિગત

ભારતમાં 100 કરોડ રૂપિયા અથવા તેથી વધુ કુલ આવક (Gross Income) જાહેર કરનાર વ્યક્તિઓની સંખ્યા 2020-21માં 136 હતી. 2019-20માં આવા લોકોની સંખ્યા 141 અને 2018-19માં 77 હતી આ જાણકારી મંગળવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આપી. તેમણે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વિગત 3 આકારણી વર્ષો દરમિયાન આયકર વિભાગમાં ફાઈલ કરાયેલી આયકર વિવરણીમાં 100 કરોડ રૂપિયાથી વધુની કુલ આવક જાહેર કરનાર વ્યક્તિઓની સંખ્યા 2020-21માં 136 હતી.

તેઓને સવાલ કરવામાં આવ્યો હતો કે શું આ સાચું છે કે લૉકડાઉન દરમિયાન દેશમાં અબજપતિઓની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે? જેના જવાબમાં નાણાંમંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) પાસે ઉપલબ્ધ સૂચના અનુસાર, પ્રત્યક્ષ કર (Direct Taxes) હેઠળ અબજપતિ શબ્દની કોઈ કાયદાકીય પરિભાષા નથી.

તેમણે કહ્યું કે એસ્ટેટ (સંપદા) કરને એપ્રિલ 2016માં સમાપ્ત કરવામાં આવ્યો છે. માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) કોઈ વ્યક્તિગત કરદાતાની પૂર્ણ સંપદા વિશે હવે કોઈ સૂચના રાખતું નથી.

ગરીબી અનુમાનો અનુસાર, વર્તમાન તેંદુલકર સમિતિ કાર્યપ્રણાલીનું અનુસરણ કરતા ભારતમાં ગરીબી રેખાની નીચે રહેતા વ્યક્તિઓની સંખ્યા 2011-12માં 27 કરોડ (21.9 ટકા) અનુમાનિત હતી. નાણાંમંત્રીએ કહ્યું કે સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ પર જોર આપતા વિવિધ યોજનાઓ શરૂ કરી છે કે જેનું લક્ષ્ય લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનું છે.

 93 ,  1