વસિયત વિશે જાણો કેટલીક મહત્વની બાબતો

વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિની વહેંચણી વસિયતનામાં પ્રમાણે અથવા વસિયતનામાના વારસાઈ કાયદા પ્રમાણે થાય છે. વ્યક્તિ વસિયતનામું તૈયાર કર્યા વગર મૃત્યુ પામે તો વારસાઈ ધારો લાગુ પડે છે, જેમાં કોને-કોને અને કેટલા ટકામાં વારસો મળે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે.

વસિયતનામું કાયદેસરનો દસ્તાવેજ છે. તેની કાયદેસરતા જાળવવા માટે કેટલીક ઔપચારિકતા પૂરી કરવાની રહે છે. સામાન્ય રીતે વસિયતનામું એટલા માટે લખવામાં આવે છે કે તમારી મૃત્યુ પછી તમારી સંપત્તિનો હક તમે કોને આપવા માંગો છો. વસિયત કાંતો હાથથી લખાય છે, કાં તો પછી ઓનલાઇન કે પછી લીગલ પ્રોફેશનલથી બનાવવામાં આવે છે. હાથથી લખેલી અને ટાઇપ કરેલી બંને વસિયત કાનૂની રીતે સ્વીકાર્ય છે.

તમને જણાવી દઇએ કે ભારત સરકારે વિલ પર સ્ટેપ ડ્યૂટી હટાવી દીધી છે. માટે તમે સાદા કાગળ પર પણ લખી હોય અને રજિસ્ટ્રેશન ના કરવી હોય તેને કાનૂની મનાય છે. વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી વારસદારોને કોઈ હક્ક રહેતો નથી. પોતાના મોત પહેલા વ્યક્તિ વસિયતનામાંમાં પોતાની મરજી પ્રમાણે ફેરફાર કરી શકે છે.

 120 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી