September 22, 2020
September 22, 2020

જમ્મુ કાશ્મીરઃ કુપવાડામાં 3 શંકાસ્પદ હથિયારો અને વિસ્ફોટકો સાથે પકડાયા

જમ્મુ કાશ્મીરનામાં સેનાને મોટી સફળતા મળી છે. કુપવાડામાં સેનાએ હથિયારો તેમજ વિસ્ફોટક સાથે ત્રણ શંસ્કસ્પદોની ધરપકડ કરી છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ આપરેશન હાથ ધર્યું છે.

માહિતી અનુસાર, જમ્મુ-કશ્મીર પોલીસને કુપવાડામાં ત્રણ શંકાસ્પદ લોકો છુપાયેલા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સેના સાથે સંયુક્ત ઓપરેશન ચલાયું હતું. આ દરમિયાન ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ તપાસ દરમિયાન યુવકો પાસેથી કેટલાક પેપર, ગોલા-બારુદ, એક એકે 47 તેમજ બે પિસ્તોલ બરામદ કરવામાં આવી છે. હાલ સેના દ્વારા યુવકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

 75 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર