બોલિવૂડમાં પણ શોકની લહેર, જાણીતા ફિલ્મ નિર્માતા જે. ઓમ પ્રકાશનું નિધન

બોલિવૂડના જાણીતા ડિરેક્ટર તથા રીતિક રોશનના નાના જય ઓમ પ્રકાશનું 92 વર્ષની ઉંમરે બુધવાર (સાત ઓગસ્ટ)ના રોજ વહેલી સવારે નિધન થયું હતું. ફિલ્મ અભિનેતા દીપક પારાશરે તેમના મૃત્યુ અંગે માહિતી આપી હતી. દીપકે લખ્યું કે, મારા સૌથી પ્રિય અંકલ જે ઓમ પ્રકાશ હવે નથી રહ્યા. સિનેમામાં તેમનું યોગદાન એક ઉપહાર રહેશે.

જણાવી દઇએ કે, ઋતિક રોશન તેના નાના ઓમ પ્રકાશની ખૂબ નજીક હતો. થોડા સમય પહેલા ઋતિક રોશને ખુલાસો કર્યો હતો કે નાનાએ તેમને ઘણા જીવનનાં પાઠ ભણાવ્યા હતા. રિતિક તેના નાનાનો ખૂબ નજીક હતો. તે અનેક પ્રસંગોએ જે ઓમ પ્રકાશનો ઉલ્લેખ કરતા જોવા મળ્યો.

તેમણે તેમની એક ફિલ્મ દરમિયાન કહ્યું હતું કે મારા નાના મારા સુપર શિક્ષક છે. આ ઉપરાંત 2016માં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે રિતિક રોશને તેમના નાનાને એક લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી.

અર્થીને રાકેશ રોશને કાંધ આપી હતી, જ્યારે રીતિક રોશને દોણી પકડી રાખી હતી. નાના અંતિમ સંસ્કારની તમામ વિધિ રીતિક રોશને કરી હતી. આ મુશ્કેલ ઘડીમાં રીતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન તથા તેનો પરિવાર હાજર રહ્યો હતો. સ્મશાનમાં નાના જે ઓમ પ્રકાશના અંતિમ દર્શન કરતાં સમયે રીતિકની આંખો ભીની થઈ ગઈ હતી.

જે ઓમ પ્રકાશે જેમ કે આપ કી કસમ, આ મિલન કી બેલા, આયા સાવન ઝૂમ કે, આયા દિન બહાર કે, આદમી ખિલોના હૈ જેવી ફિલ્મ બનાવી બનાવી છે. આ તમામ ફિલ્મોમાં માત્ર કમાણી જ નહીં પરંતુ લોકોના દિલ પણ જીતી લીધા છે. બોલિવૂડમાં એક સારુ યોગદાન માટે તે હંમેશાં યાદ રહેશે. તેમના નિધનના સમાચાર આવતાની સાથે જ ઉદ્યોગના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યુ.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી