ચેન્નઈનો સતત બીજો વિજય, દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રમાયેલી ચેન્નઇ અને દિલ્હી વચ્ચેની મેચમાં ચેન્નઇએ શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હાર આપી. આમ આ ટુર્નામેન્ટમાં ચેન્નઇ સુપર કિંગ્સે સતત બીજી મેચમાં જીત મેળવી હતી. દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્‍યાંક સામે ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ચેન્નઇ તરફથી વોટસને સૌથી વધુ 44 રન અને ધોનીએ અણનમ 32 રન કર્યા હતા.

વોટસન અને રૈના શરૂઆતની બાજી સંભાળી
દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 19.4 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા. ચેન્નઇ તરફથી સેન વોટ્સન (44) અને ધોનીએ અણનમ (32) રન બનાવ્યા હતા. શેન વોટ્સન અમિત મિશ્રાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે 26 બોલમાં 44 રન કર્યા હતા.ત્યારબાદ સુરેશ રૈના પણ 30 રન બનાવી આઉટ થયો હતો.

દિલ્હી તરફથી પોતાની આ સીઝનમાં પહેલી મેચ રમી રહેલ અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. તો ઇશાંત શર્મા અને રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી.


દિલ્હી કેપિટલ્સની ધીમી શરૂઆત

દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ વિકેટ માટે પૃથ્વી શો (16 બોલ 24 રન)એ શિખર ધવનની સાથે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી, પરંતુ પાંચમી ઓવરમાં શો આઉટ થતા દિલ્હીને પ્રથમ ઝટકો લાગ્યો હતો. પાવરપ્લે બાદ યજમાનનો સ્કોર 43/1 હતો, પરંતુ આગામી ચાર ઓવરોમાં ધીમી બેટિંગ થઈ અને 10 ઓવર બાદ શિખર ધવન અને શ્રેયસ અય્યર સ્કોરને માત્ર 65/1 સુધી પહોંચાડી શક્યા હતા.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી