RRR ફિલ્મનો પ્રથમ વીડિયો આઉટ…

જૂનિયર NTR, રામચરણ, આલિયા અને અજય દેવગણનો દમદાર લૂક…

ફિલ્મ જગતની સૌથી મોસ્ટ અ વેટેડ અને એસ એસ રાજામૌલી(S S Rajamouli) દ્વારા નિર્દેશિત ફિલ્મ આર આર આર (RRR)નો પ્રથમ વીડિયો આઉટ થયો છે. આ વીડિયોમાં ફિલ્મની એક ઝલક જોવા મળી રહી છે. સાથે સાથે ફિલ્મના તમામ કલાકારો એટલે કે સ્ટાર્સ જેમકે જૂનિયર એનટીઆર(jr Ntr), રામ ચરણ(Ram Charan), અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના પાત્રોની પણ ઝલક જોવા મળી છે.

વીડિયોમાં એક યુદ્ધનો સીન બતાવવામાં આવ્યો છે, અને તમામ સ્ટાર્સ આ યુદ્ધમાં લડતા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં ઘણા ઉદ્યોગોના સૌથી મોટા નામ શામેલ છે, જે મૈગ્નમ ઓપસમાં એક સાથે અભિનય કરતા જોવા મળશે, આ ફિલ્મ બાહુબલી ફ્રેન્ચાઈઝીની તુલનામાં એક મોટા પ્રોજેક્ટ બનવાની રાહ પર છે.

અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરવાના છે. બન્ને પ્રથમ વખત કોઈ સાઉથની ફિલ્મમાં નજરે આવશે. સાથે સાથે બન્ને પ્રથમ વખત એક સાથે સ્ક્રિન શેર કરવાના છે. આ ફિલ્મને લઈને સાઉથથી લઈને બોલિવુડમાં પણ ઘણો ક્રેઝ દેખાઈ રહ્યો છે, સાથે સાથે આશ પણ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ બાહુબલીની જેમ જ બવાલ મચાવી શકે છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી