September 26, 2022
September 26, 2022

ખેડબ્રહ્મા: રિક્ષાચાલકની માનવતા, સોનાના દાગીના ભરેલું પર્સ પરત કર્યું

ખેડબ્રહ્મામાં એક રિક્ષાચાલકે પોતાને મળેલ દાગીના અને રોકડ ભરેલુ પર્સ મહિલાને પરત કરી ઈમાનદારીની મહેક પ્રસરાવી હતી. પુનાથી આવેલા શોભાબેન વિનોદભાઈ રાવલ પોતાના બહેનના ઘરે આવ્યા હતા. અને મંગળવાર બજારમાં ખરીદી કરવા ગયા હતા.

પરંતુ તેમનું પર્સ રસ્તામાં પડી ગયું હતું જે પર્સ ખેડબ્રહ્માના રીક્ષા ચાલક જગદીશભાઈ ઓડને મળ્યું હતું. જાણવા મળ્યું છે કે આ પર્સમાં સોનાના દાગીના રોકડ રકમ અને મોબાઈલ સહિત એક લાખ જેટલો સરસામાન હતો. જગદીશભાઈએ પોતાની પાસે રાખી શોધખોળ કરતી મહિલાને મળી પરત કરી ઈમાનદારી ભર્યું કામ કર્યું છે.

 67 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી