આધા હૈ ચંદ્રમા…ની જેમ હે, માનવ..તું હજુ પૂર્ણ નથી…!! જો આ 12 વિજ્ઞાનીઓ શું કહે છે…?

માનવી એમ માને છે કે તે પૂર્ણ વિક્સિત છે. પ્રકૃતિએ તેની રચના કરવામાં પૂર્ણતા અનુભવી છે..

જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ….ની જેમ માનવીનો વિકાસ ચાલ્યા જ કરશે….ચાલ્યા જ કરશે….

પ્રકૃતિ કરે પોકાર તું હજુ છે અધૂરો,

મહા માનવ, તું પૂર્ણતાનો ગર્વ ના કર….!!

(નેટડાકિયા ખાસ અહેવાલ)

માનવીએ પરિવહન માટે જે છેલ્લામાં છેલ્લી શોધ કરી છે તે લૂપ-વે..જેમ કે અમદાવાદથી મુંબઇની વચ્ચે જમીનથી અધ્ધર થાંભલા ઉપર એક એવો ગોળાકાર ટ્યુબ બનાવવી જેમાંથી ટ્રેન જેવું કોઇ સાધન એટલી ઝડપથી દોડે કે બુલેટ ટ્રેન કરતાં પણ ઓછા સમયમાં ત્યાં પહોંચી જાય…વચ્ચે કોઇ અગ્નિરથ અલ્પવિરામસ્થાન ( રેલવે સ્ટેશનનું ગુજરાતી) નહીં. અમદાવાદથી બેઠા એટલે લૂપમાંથી સીધા બોમ્બે મેરી જાન……

માનવીએ અંતરિક્ષમાં કામચલાઉ ઘર-સ્પેશ સ્ટેશન-બનાવ્યું છે જ્યાં સુનિતા વિલિયમ્સ પણ આંટો મારીને પાછી ધરતી પર આવી છે. રોકેટના સ્થાને હવે સ્પેશ શટલ આવી ગયા છે. માનવીને સ્પેશમાં મૂકીને પાછુ આવે છે અને ફેરા કરે છે,….

દરિયામાં 200 ફૂટ નીચે કોઇપણ સાધન લગાવ્યાં વગર 15 મિનિટ સુધી સળંગ શ્વાસ રોકીને માછલીનો શિકાર કરનાર બાજાઉ જાતિની વિશેષતા એ છે કે તેમના શરીરમાં બરોળ સામાન્ય માનવી કરતાં 50 ટકા વધારે છે અને જે તેને શ્વાસ રોકવામાંમદદ કરે છે…..

મોટા ભાગના રોગો પર માનવીએ નિયંત્રણો મેળવ્યા છે અને હજુ જાત જાતના અને ભાત ભાતના સંશોધનો ચાલી રહ્યાંછે….માનવી એમ માની રહ્યો છે કે તે પૂર્ણ વિક્સિત છે. કુદરત કે પ્રકૃતિએ તેની રચના કરવામાં પૂર્ણતા અનુભવી છે. માનવીનો હવે શું અને કેવો વિકાસ થઇ શકે….એવો સવાલ મનમાં આવી તે સહજ છે.

માનવી યુગો યુગોનું અંતર કાપીને કહે છે કે ગોરિલા વાંદરામાંથી માનવ રૂપ ધારણ કર્યું. કુદરતે સૃષ્ટિમાં વિચારવાની શક્તિ માત્ર માણસને જ આપી છે. પરંતુ દુનિયાના 12 વિજ્ઞાનીઓ માને છે કે માનવી હજુ પૂર્ણ નથી….માનવી હજુ અધૂરો કે અપૂર્ણ છે અને તેનો ક્રમિક વિકાસ હજુપણ નિરંતર થઇ રહ્યો છે…..!!

કેમ્બ્રિજ યુનિ. સાથે જોડાયેલા વિજ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી માનવ પ્રજનનમાં અનિયમિતતા અને જીનેટિક મ્યુટેશન મોજૂદ હશે ત્યાં સુધી એક પેઢીથી બીજી પેઢી સુધી પરિવર્તન થતું રહેશે..અર્થાત ઇવોલ્યુશન( માનવ સંદર્ભમાં વિકાસ)ની આ પ્રક્રિયા ક્યારેય થંભશે નહીં….કાયમ ઠહરાવ નહીં….જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ….ની જેમ માનવીનો વિકાસ ચાલ્યા જ કરશે….ચાલ્યા જ કરશે….

માનવી એક સમયે મેમથ એટલે કે મોટા મોટા દાંતવાળો હાથી-ઐરાવત-થી બચવા તેજગતિથી દોડનાર બોલ્ટ 100 મીટરનું અંતર 9.58 સેકન્ડમાં પુરૂ કરવાનો 11 વખત વિશ્વ વિક્રમ ધરાવે છે, તેના કરતાં પણ વધારે ઝડપથી દોડવાનું વિક્સિત કર્યું હતું. કાળક્રમે મેમથ ધરતી પરથી લુપ્ત થયા તેની સાથે માનવીની ઝડપથી દોડવાની ઝડપ પણ ઘટી ગઇ અને બોલ્ટ જેવા દોડવીર આદિમાનવની ઝડપે દોડે ત્યારે તે વિશ્વવિક્રમ બની જાય છે….!! એમ પણ કહીશ શકાય કે કુદરતે માનવીને તેની જરૂરીયાત પ્રમાણે ઘડવાનું કામ કર્યું. આજનો માનવી પરસેવો પાડવા માંગતો નથી એ પ્રકૃતિને સમજાઇ ગયું એટલે તેને રોબોટની ભેટ આપી….

ઘરનો દરવાજો આપમેળે ખુલી જાય….વિજાણુ સાધનો આપમેળે પ્રજ્જવલિત થઇ જાય અને બેઠા બેઠા બધુ જ કામ થઇ જાય એવી ટેકનોલોજી એ કુદરતની જ ભેટ છે. વિશાળ પિરામિડ કઇ રીતે બન્યા એ પણ જે તે સમયની પ્રકૃતિની ભેટ જ છે.

આટઆટલુ છતાં માનવી હજુ આધા હૈ ચંદ્રમા…રાત આધીની…ની જેમ આધે-અધૂરે છે એમ 12 જેટલા વિજ્ઞાનીઓ કહેતા હોય તો તેમાં સત્યનો અંશ હશે જ… અને તેથી,

હે માનવ, તું પૂર્ણ થવાનો ગર્વ ના કર..

.લૂપમાં બેસીને મુસાફરી કરવાનો ગર્વ ના કર..

.પિરામિડ મેં બનાવ્યા એનો ગર્વ ના કર..

અંતરિક્ષમાં ઘર બનાવ્યું એનો ગર્વ ના કર..

મેં કર્યુ..મેં કર્યુ..નો ગર્વ ના કર….

પ્રકૃતિ કરે પોકાર તું હજુ છે અધૂરો,

મહા માનવ, તું પૂર્ણતાનો ગર્વ ના કર….!!

-દિનેશ રજપૂત

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર