હમશક્લો તો ઘણા પણ બાદશાહ તો બાદશાહ જ છે …..

સુપરસ્ટાર શાહરુખ ખાનનો હમશક્લ ઈબ્રાહિમ કાદરી છે…

બોલિવૂડનો બાદશાહ એક હતો ,એક જ છે અને એક જ રહેશે….શાહરુખ ખાન .આવું ફિલ્મી જગતમાં સહુ કોઈ જાણે છે .બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમના હમશક્લ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. હવે સુપરસ્ટાર શાહરુખ ખાનનો એક હમશક્લ સામે આવ્યો છે, જેને એકવાર જોઈને કોઈ પણ થાપ ખાઈ શકે છે. શાહરુખ ખાનના આ હમશક્લનું નામ ઈબ્રાહિમ કાદરી છે. ઈબ્રાહિમ કાદરી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટોઝ શેર કરતો રહે છે.

મળતી સમગ્ર માહિતી મુજબ ,ઈબ્રાહિમ કાદરી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતો રહે છે. આમાં તમે જોઈ શકો છો કે તેનો દેખાવ, ડ્રેસિંગની રીત અને અભિનય સુધી શાહરુખ ખાન જેવું મળતું છે. તેણે શાહરૂખ ખાનના ઘણાં જૂના હિટ ગીતો પર પરફોર્મ કરીને વીડિયો પણ બનાવ્યો છે. ઈબ્રાહિમ કાદરીને એકવાર જોઈને તમે ચોક્કસ ચોંકી જશો અને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે.

આ ઉપરાંત શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા હતા. હવે શાહરુખ ખાન દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ કરી રહ્યા છે.

બાદશાહના આવનારા મહત્વના ફિલ્મી પ્રોજેક્ટોમાં ફિલ્મ ‘પઠાણ’ સિવાય દિગ્દર્શક અયાન મુખર્જીની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને આમિર ખાન અને કરીના કપૂર ની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં કેમિયો રોલ કરતા જોવા મળશે.

કોઈના જેવું દેખાવું એ તો કુદરતી દેણ છે .પરંતુ આપણા પોતાના વ્યક્તિત્વને બહાર લાવવું જરૂરી છે .તેથી જ કોઈની નકલ ના કરીને પોતાની છબી ઉપસાવવાનો પ્રયાસ કરવો જોઈએ.શાહરુખ ખાનનું પણ આવું જ માનવું છે .

 76 ,  1