September 28, 2020
September 28, 2020

ટેક્સાસમાં હરિકેન હાન્ના ત્રાટક્યું : 145 કિમીની ઝડપે પવન ફૂંકાતાં ઘરોનાં છાપરાં ઊડયાં

કોરોનાથી અત્યંત બેહાલ અમેરિકાના દક્ષિણી રાજ્ય ટેક્સાસમાં બીજી કુદરતી આફત આવી છે. રવિવારે ૨૦૨૦ની સાલનું પહેલું એટલાન્ટિક હરીકેન હાન્ના  ટેક્સાસના દરિયાકિનારે ત્રાટકતાં ભારે વરસાદ, આંધી-તોફાન તથા પૂર આવ્યું હતું. વાવાઝોડાની અસરને કારણે કોઆહુલા, નૂઈવો લીઓન જેવા મેક્સિકોનાં રાજ્યો તથા દક્ષિણ ટેક્સાસમાં ૧૮ ઇંચ વરસાદ પડયો હતો.

યુએસ નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ રવિવારે સાંજના ૫ કલાકે પેડરે આઇલેન્ડ પર કેટેગરી ૧ પ્રકારનું સ્ટોર્મ આવ્યું હતું, જેમાં ૧૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા દક્ષિણ ટેક્સાસ અને ઉત્તરીય મેક્સિકોમાં ભારે વરસાદ પડયો છે તથા અંદાજે ૧ લાખ વૃક્ષો ધરાશાયી થયાં છે.

વરસાદને કારણે વિનાશકારી પૂર આવવાનો ખતરો તોળાઈ રહ્યો છે તથા ૩૫,૦૦૦ જેટલાં ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. ટેક્સાસના દરિયાકિનારે હજુ બે દિવસ સુધી વિનાશકારી વાવઝોડું ફૂંકાવાનું ચાલુ રહેશે અને તેને કારણે કેટલાક વિસ્તારોમાં ૬ ફૂટ જેટલાં ઊંચાં મોજાં ઊછળી શકે છે. હરિકેન સેન્ટરે લોકોને દરિયાકિનારા તરફ ન જવાની ચેતવણી આપી છે.૩,૨૫,૦૦૦ વસતી ધરાવતા અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ છે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર