અનંતની વાટે સુષ્મા સ્વરાજ, પંચતત્વમાં થયા વિલીન, પુત્રી બાંસુરીએ આપી મુખાગ્નિ

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે થોડા સમયમાં જ તેમનો નશ્વર દેહ અનંત સફરે લઈ જવાશે.

તેમના દેહને અંતિમ દર્શન માટે નવી દિલ્હી ખાતે આવેલા બીજેપીના કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજેપીના કાર્યાલય ખાતેથી જ સુષમાની અંતિમયાત્રા નીકળી હતી.

લોધી રોડ પર આવેલા સ્મશાનઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્રી બાંસુરીએ મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદી સહિત ભાજપના બધા નેતાઓ હાજર રહ્યા હતા.

બીજેપી કાર્યાલય ખાતેથી અંતિમયાત્રા નીકળતા પહેલા દીકરી બાંસુરી સ્વરાજ અને પતિ સ્વરાજ કૌશલે ત્રિરંગામાં લપેટાયેલા સુષમા સ્વરાજને સલામી ભરી હતી અને તેમના અંતિમ વિદાય આપી હતી.

જંતર મંતર ખાતે આવેલા સુષમા સ્વરાજના ઘર ખાતે પહોંચીને વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ છલકાયા હતા. પીએમ મોદીએ સુષમાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી